ગુજરાત ગેસ કંપની માં કોન્ટ્રાક્ટમાં ફરજ બજાવતા 42 કર્મચારીઓને છુટા કરી દેવામાં આવતાં તેમણે કંપનીના ગેટની સામે વિરોધ પ્રદર્શન કર્યુ.
ગુજરાત ગેસ કંપનીના કોન્ટ્રાકટમાં રહેલી રાજદીપ એન્ટરપ્રાઇઝ માં છેલ્લા પાંચ વર્ષથી ફરજ બજાવતા 42 કર્મચારીઓને કોઇ પણ જાતની નોટીસ આપ્યાં વિના નોકરીમાંથી છુટા કરી દેવાયાં છે. આ કર્મચારીઓ સુપરવાઇઝર ,ઓફિસ બોય ,સફાઈ કર્મચારી, માળી તરીકે ફરજ બજાવતાં હતાં. નવો કોન્ટ્રાકટ આવતાંની સાથે 42 કર્મચારીઓને છુટા કરી દેવામાં આવ્યાં છે. નોકરીમાંથી છુટા કરી દેવાયેલાં કર્મચારીઓએ ગુજરાત ગેસ કંપનીના ગેટની બહાર વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધું હતું. કર્મચારીઓએ કેન્દ્ર સરકારના ધારા ધોરણ મુજબ પગાર સાથે અન્ય હક્ક આપવામાં આવે અને નોકરી પર પરત લેવાની માંગ કરી હતી. કંપનીએ પોલીસ બોલાવતાં વિરોધ પ્રદર્શન કરી રહેલાં કર્મચારીઓની અટકાયત કરી લેવામાં આવી હતી.