Connect Gujarat
ભરૂચ

ભરૂચ : ઝઘડિયા સ્થિત ગુમાનદેવ હનુમાનજી મંદિરે હનુમાન જયંતીની ઉજવણી,ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું

આજરોજ હનુમાન જયંતિનો પ્રસંગ ઠેરઠેર ભક્તિભાવ અને ઉત્સાહથી મનાવાયો હતો. ઝઘડીયા તાલુકાના ગુમાનદેવ સહિત ઘણા ગામોએ હનુમાન ભક્તોએ હનુમાન જયંતિ મનાવી હતી.

X

ઝઘડીયા તાલુકાના ગુમાનદેવ સહિત ઘણા ગામોના હનુમાન ભક્તોએ હનુમાન જયંતિ મનાવી હતી

આજરોજ હનુમાન જયંતિનો પ્રસંગ ઠેરઠેર ભક્તિભાવ અને ઉત્સાહથી મનાવાયો હતો. ઝઘડીયા તાલુકાના ગુમાનદેવ સહિત ઘણા ગામોએ હનુમાન ભક્તોએ હનુમાન જયંતિ મનાવી હતી. ઝઘડીયા તાલુકાના ગુમાનદેવ સ્થિત હનુમાન મંદિરની ગણના ગુજરાતના અગ્રગણ્ય હનુમાન મંદિરોમાં થાય છે. ગુમાનદેવ હનુમાન મંદિરે આજે પરંપરાગત હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવ્યા હતા, અને આરતી તેમજ ભજન કિર્તન દ્વારા શ્રધ્ધાળુઓ દ્વારા હનુમાન જયંતિ મનાવવામાં આવી હતી. ઉલ્લેખનીય છેકે ગુમાનદેવ મંદિર ખાતે શ્રાવણ મહિનાના દરેક શનિવારે આજુબાજુના પંથકની ભાવિક જનતા પગપાળા પ્રવાસ કરીને મંદિરના દર્શનાર્થે આવે છે. આજે ઝઘડીયા તાલુકાના ગુમાનદેવ સહિત અન્ય ગામોએ પણ હનુમાન જયંતિ પરંપરાગત હર્ષોલ્લાશથી મનાવવામાં આવી હતી.

Next Story