ભરૂચ શહેર સહિત જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડ્યો જ્યારે અંકલેશ્વરમાં વહેલી સવારથી જ અવિરત વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી.
સપ્ટેમ્બર મહિનાની શરૂઆતથી જ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો છે. દક્ષિણ ગુજરાત સહિત મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે ત્યારે ભરૂચમાં પણ મેઘ મહેર જોવા મળી રહી છે.
છેલ્લા બે દિવસથી ભરૂચ શહેર સહિત જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. અંકલેશ્વરમાં આજે સવારથી જ ઝીણી ધારે અવિરત વરસાદ વરસતા પંથકમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. વિરામ બાદ ફરી મેઘ મહેર થતાં ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છવાયો હતો.