ભરૂચ: જંબુસરમાં હોળીકાના પ્રેમીની કાઢવામાં આવે છે સ્મશાન યાત્રા,જુઓ શું છે કારણ

જંબુસર પાંજરાપોળ પટેલ ખડકીમાં ધુળેટી પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે.

ભરૂચ: જંબુસરમાં હોળીકાના પ્રેમીની કાઢવામાં આવે છે સ્મશાન યાત્રા,જુઓ શું છે કારણ
New Update

જંબુસર પાંજરાપોળ પટેલ ખડકીમાં ધુળેટી પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે. હોલીકાના પ્રેમી ઇલ્લાજીની માટીની પ્રતિમા બનાવી તેની સ્મશાનયાત્રા કાઢવાની અનોખી માન્યતા છે.

જંબુસર પાંજરાપોળ વિસ્તારની પટેલ ખડકી મા બાપ દાદાની પેઢીથી પરંપરાગત હોળી પર્વની ઉજવણી કરવામાં આવે છે અને પરંપરા મુજબ હોળીના દિવસે તળાવની માટીમાંથી ઇલ્લાજીની પ્રતિમા બનાવવામાં આવે છે અને ફળિયાના યુવાનો દ્વારા ધાણી ચણા સહિતનો ભોગ ધરાવવામાં આવે છે અને ધુળેટીના દિવસે સવારે પટેલ ખડકી તથા આજુબાજુ ખડકીના લોકો એકત્ર થઈ નનામીમાં સુવડાવી ફૂલહાર ચઢાવી આરતી કરી સ્વજનની જેમ સ્મશાનયાત્રા કાઢી વિદાય આપવામાં આવે છે લોકવાયકા મુજબ ઇલ્લાજી હોલીકાનો પ્રેમી હતો.

હોળીના દિવસે હોલિકા અગ્નિમાં ભસ્મીભૂત થાય છે બીજા દિવસે ઇલ્લાજી લગ્ન કરવા માટે હિરણ્યકશ્યપને ત્યાં જાય છે અને જુએ છે તો હોલિકાનું દહન થઈ ગયું હતું અને રાખ જોઈ તે ખૂબ દુઃખી થાય છે તેનું મન વિચલિત થયું અને ભાવવિભોર બની તે રાખમાં ખુબજ આળોટે છે અને અલગ અલગ રંગ ઉત્પન્ન થાય છે અને ત્યારથી જ આ ધૂળેટીના પાવન પર્વની ઉજવણી કરવામાં આવે છે તેમ પાંજરાપોળ પટેલ ખડકીના યુવાનો એ જણાવ્યું હતું.ઇલ્લાજીની સ્મશાનયાત્રામાં યુવાઓ ભાઈઓ બહેનો જોડાયાં હતા.

#Bharuch #Gujarat #Connect Gujarat #Jambusar #funeral procession #reason #Holika Dahan #Beyond Just News #dhuleti2022
Here are a few more articles:
Read the Next Article