Connect Gujarat
ભરૂચ

ભરૂચ: અંકલેશ્વરના ભડકોદ્રા ગામમાં ગંદકી ફેલાવતા પકડાયા તો તમારી ખૈર નથી,જુઓ શું કરાય છે કાર્યવાહી

સ્વરછ ભારત અભિયાન અંતર્ગત અંકલેશ્વરની ભડકોદ્રા ગ્રામ પંચાયત દ્વારા નવતર અભિગમ દાખવવામાં આવ્યો છે.

X

સ્વરછ ભારત અભિયાન અંતર્ગત અંકલેશ્વરની ભડકોદ્રા ગ્રામ પંચાયત દ્વારા નવતર અભિગમ દાખવવામાં આવ્યો છે.ગામમાં ગંદકી ફેલાવનાર લોકો પાસે પંચાયત દ્વારા રૂ.100થી લઈ 200 સુધીનો દંડ વસૂલ કરવામાં આવી રહ્યો છે

સ્વરછતા ત્યાં પ્રભુતા..મહાત્મા ગાંધીના આ સૂત્રને અનુરૂપ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્વરછ ભારત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જેની અસર પણ નજરે પડી રહી છે ત્યારે આ અભિયાન અંતર્ગત અંકલેશ્વરની ભડકોદ્રા ગ્રામપંચાયત દ્વારા નવતર અભિગમ હાથ ધરવામાં આવ્યો છે. ગામમાં ગંદકી ન ફેલાય અને ગામ સ્વરછ રહે એ માટે ગંદકી ફેલાવનાર તત્વો સામે ગ્રામપંચાયત દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. ગામમાં જાહેર માર્ગો પર કે અન્ય જગ્યાએ ખુલ્લામાં કચરો ફેંકતા લોકો પાસેથી પંચાયત દ્વારા રૂ 100થી લઈ 200 સુધીનો દંડ વસૂલ કરવામાં આવી રહ્યો છે. આટલું જ નહીં જે વ્યક્તિ કચરો ફેંકતા ઝડપાયો હોય તેની પાસે જ કચરો સાફ કરવવામાં આવે છે અને તેનો યોગ્ય જગ્યાએ નિકાલ કરવામાં આવે છે.પંચાયતના આ અભિગમના કારણે ગ્રામજનોમાં પણ જાગૃતતા આવી છે અને તેઓ પણ સ્વરછ ભારત અભિયાનમાં સહયોગ આપી રહ્યા છે

Next Story