Connect Gujarat
ભરૂચ

ભરૂચ: ઝઘડીયા તાલુકામાં નર્મદા નદીમાં ગેરકાયદેસર રીતે બનાવાયેલ પુલિયા તંત્ર દ્વારા દૂર કરાયા

તાલુકાના ટોઠીદરા ગામે નર્મદા નદીના પટમાં રેતીનું વહન કરવા ગેરકાયદેસર રીતે બનાવાયેલ પુલ તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા

X

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ગોવાલી ટોઠીદરા તરસાલી અને પાણેથા જેવા ગામોમાં નર્મદા કિનારા પરથી રેતી ખનન કરવામાં આવે છે જે પૈકી કેટલા કિનારાઓ પર ગેરકાયદેસર રીતે નદીના ચાલુ પ્રવાહમાં ભૂંગળા નાખી ઓવરલોડ રેતી ભરી વહન કરવામાં આવે છે. ઝઘડિયા તાલુકાના ટોઠીદરાના ખેડૂતો તથા ગ્રામજનોની મુખ્યમંત્રી સુધીની પુલિયા તોડવાની રજૂઆત બાદ પણ ખાણ ખનીજ વિભાગ અને ઝઘડિયા મામલતદારનું પેટનું પાણી પણ હલતું ન હતું. આખરે આજરોજ ભરૂચ જિલ્લા ખાણ ખનીજ વિભાગ તથા ઝઘડીયા મામલતદાર દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરી ટોઠીદરા ગામે ગેરકાયદેસર રીતે બનાવેલા પુલિયા તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.અત્રે ઉલ્લેખનીય છે ભરૂચ અને વડોદરા જીલ્લામાં રેતી માફિયાઓ સામે સાંસદ મનસુખ વસાવાએ લાલ આંખ કરી છે અને આ બાબતે ઘણા વિવાદ પણ થયા હતા ત્યાર બાદ તંત્ર મોડે મોડે જાગ્યું છે અને કાર્યવાહી શરૂ કરી છે.

Next Story