આછોદ ગામના તળાવમાં મગર બકરાને પાણીમાં ખેંચીને લઇ જતો વિડિયો કેમેરામાં કેદ, તળાવ કિનારે વસવાટ કરતાં લોકોમાં દહેશત ભભુકી.
પ્રાપ્ત માહિતી અનુસાર આમોદ તાલુકાના આછોદ ગામે તળાવ આવેલું છે જેમાં હાલ જોરદાર વરસેલા વરસાદના કારણે પાણી ભરપૂર ભરાયું છે આ તળાવમાં ખાડીમાંથી આવતા વહેણના પાણીમાં આશરે બે થી ત્રણ મગર તણાઈ આવ્યાંની માહિતી સમગ્ર આછોદ પંથકમાં વાયુવેગે ફેલાઈ છે. જેથી વનવિભાગ દ્વારા મગર પકડવાનું પાંજરૂ તળાવ કિનારે મૂકવામાં આવ્યું છે. પરંતુ હાલ અત્યાર સુધી મગર પાંજરે પુરાયો નથી.
આજરોજ આ તળાવમાં રહેલા મગર કિનારે ચારો ચરતા એક બકરાને પાણીમાં ખેંચી ગયો હતો. મગર બકરાને પાણીમાં ખેંચી જતો વિડિયો કેમેરામાં કેદ થઇ જતાં તળાવ કાંઠે વસવાટ કરતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી આવ્યો હતો,હવે જોવું રહ્યુ કે વન વિભાગ દ્રારા આ પાણીમાં રહેલા મગરને કયારે પાંજરે પુરી લોકો નો તાળવે ચોંટેલા જીવ હળવા કરશે તેવા અનેક પ્રશ્નોનો વંટોળ વાયું વેગે પ્રસરી રહયો છે.