/connect-gujarat/media/post_banners/550317ea85823178c5fde8764fa7b98b7e4daf7c30b01faefd5438c8e184b85d.webp)
ભરૂચ જિલ્લાના જંબુસર પંથકમાં એક સગીરાએ કોઈ અગમ્ય કારણોસર ઝાડ પર લટકી ફાંસો ખાઇ મોતને વહાલું કરતા ચકચાર વ્યાપી હોવાનું સામે આવ્યું છે, ત્યારે બનાવના પગલે જંબુસર પોલીસે ઘટના સ્થળે પહોચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી અનુસાર, જંબુસર પંથકના એક ગામમાં 15 વર્ષીય સગીરાએ કોઈ અગમ્ય કારણોસર મોતને વહાલું કરવા તેના ગામની સીમમાં પીલુડીના ઝાડ પર પોતાના દુપટ્ટાથી ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. સદર બનાવની વાત વાયુવેગે ગામમાં પ્રસરતા સીમમાં લોકટોળા ઉમટી પડ્યા હતા. બનાવ અંગે જંબુસર પોલીસને જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે બીટ જમાદાર સ્ટાફ સાથે દોડી જઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતક સગીરાના પાર્થિવ દેહને પીએમ અર્થે જંબુસર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. અગમ્ય કારણોસર 15 વર્ષીય સગીરાએ ગળાફાંસો ખાતા પરિવાર અને ગામમાં ગમગીની છવાઇ હતી.