Connect Gujarat
ભરૂચ

ભરૂચ: જંબુસરના ગાયત્રીનગરમાં ગટરના દૂષિત પાણીના કારણે સ્થાનિકો હેરાન પરેશાન

ભરૂચના જંબુસર નગર પાલિકાના વોર્ડ નંબર એક ગાયત્રીનગરમાં ગટરો ઉભરાતા રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે

X

ભરૂચના જંબુસર નગર પાલિકાના વોર્ડ નંબર એક ગાયત્રીનગરમાં ગટરો ઉભરાતા રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે

ભરૂચના જંબુસર નગરમા ઠેરઠેર નીચાણવાળા વિસ્તારોમાં ગટરો ઉભરાવવાના તથા જ્યાં ત્યાં ગંદકી કચરાના ઢગલા, મીઠા પાણીની સમસ્યા, રોડની સમસ્યાને લઇ જંબુસરના રહીશો હેરાન પરેશાન છે.પાલિકા તંત્રને નગરના પ્રાણ પ્રશ્નો હલ કરવામાં રસ ન હોય તેમ લાગી રહ્યું છે.

જંબુસર નગરના વોર્ડ નંબર એકમાં આવેલ ગાયત્રીનગરમાં ગટરના ગંદા પાણી બહાર ઉભરાતા હોય, દુર્ગંધ મારતી હોય રહીશો હેરાન પરેશાન છે.ગટરના પાણી ઉભરાતા હોય રહીશો દ્વારા તંત્રને રજૂઆતો કરવામાં આવી છે.તેમ છતાં પાલિકા તંત્ર દ્વારા ઘટતું કરવામાં આવતું નથી. ગાયત્રીનગરના રહીશો દ્વારા પાલિકાતંત્રને લેખિત રજૂઆત કરવામાં આવી છે. જેમાં છેલ્લા અઢી વર્ષથી કોઈ કર્મચારી કચરો વાળવા, કે કોઈ સાધન કચરો લેવા આવતા નથી. ગટરો કાયમ ઉભરાય છે ડીડીટીનો છંટકાવ પણ કરવામાં આવતો નથી આ સહિતના આક્ષેપ કરવામાં આવ્યા છે ત્યારે આ તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવવાની માંગ કરવામાં આવી છે

Next Story