/connect-gujarat/media/post_banners/d464a57f5a46171eb4afa6d66e46b3f8afefa6a209a42358f08558b59eb136cf.jpg)
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના પીલુદરા ગામે કેનાલમાં રસાયણયુક્ત પાણી નજરે પડતાં ગ્રામજનો સહિત ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો.
ભરૂચ જિલ્લાના જંબુસરના પીલુદરા ગામ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકોના આરોગ્ય સામે મોટો ખતરો ઉભો થયો છે. પીલુદરા ગામ નજીકથી પસાર થતી કેનાલમાં રસાયણયુક્ત પાણી જોવા મળતા ગ્રામજનો સહિત ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે. આ કેનાલના પાણીનો મોટી સંખ્યામાં આસપાસના ખેડૂતો સિંચાઈ માટે ઉપયોગ કરે છે. જોકે, કેનાલમાં લાલ રંગનું પ્રદુષિત પાણી ભળી જતાં કોઈક બેજવાબદાર ઉદ્યોગનું કારસ્તાન હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે. આ સાથે જ જળચરોના જીવ સામે પણ જોખમ ઊભું થયું છે, ત્યારે સાયણયુક્ત પાણીથી ત્રસ્ત બનેલા ગ્રામજનોએ આ મામલે ગુજરાત રાજ્યના પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા તપાસ હાથ ધરી જવાબદારો વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ કરી છે.