/connect-gujarat/media/post_banners/093fdcab162af219580c87aa678056127dc9ca6f11dc3fa5881b6a0e8effc34f.jpg)
ભરૂચના ખત્રીવાડમાં આવેલી મિકલત પર કોઈ વ્યક્તિ દ્વારા કબ્જો કરી બાંધકામ કરવામાં આવતા વડોદરાની મહિલાએ વારંવારની રજૂઆતો બાદ કંટાળીને BAUDA કચેરીમાં જ કોઈ ઝેરી પ્રવાહી ગટગટાવી લેતા દોડધામ મચી જવા પામી હતી.
મળતી માહિતી અનુસાર, વડોદરા ખાતે રહેતા સંગીતા મહેશભાઈ મહેતાની ભરૂચના ખત્રીવાડ વિસ્તારમાં મિલકત આવેલી છે. જેના પર ભારતી શશીકાંત ધોરવાલાએ ગેરકાયદેસર બાંધ શરૂ કર્યું હોવાના આક્ષેપ સાથે સંગીતા મહેતાએ ભરૂચ-અંકલેશ્વર અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી (બૌડા)માં આ બાંધકામ બંધ કરાવવા માટે અવારનવાર કુલ 6 જેટલી અરજી કરી હતી. પરતું અધિકારીઓએ તેની અરજી પર ધ્યાન આપ્યું નહોતું, ત્યારે આજે વધુ એક વખત રજુઆત કરવા આવેલી સંગીતા મહેતાએ કંટાળીને અધિકારીની કેબિનમાં જ કોઈ ઝેરી પ્રવાહી ગટગટાવી લેતા કચેરીમાં દોડધામ મચી ગઇ હતી. આ ઘટનાની જાણ અધિકારીઓ દ્વારા 108 એમ્બ્યુલન્સને કરતા ટીમે સ્થળ પર દોડી આવી તાત્કાલિક મહિલાને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. જોકે, તે બેભાન હાલતમાં હોય તબીબે તેને નિરીક્ષણમાં રાખી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સંગીતા મહેતાએ ઝેરી દવા ગટગટાવી તે વખતે એક સુસાઈડ નોટ પણ લખી હતી. જેમાં પોતાના પુત્રને વોટ્સએપ કરી અને પાકિટમાં મુકી દીધી હતી. જેમાં મહિલાએ આપણી મિલકત પર કોઈએ ગેરકાયદે કબ્જો કરી મકાન બનાવતા હોય, અને અહીંના અધિકારીઓએ રૂપિયા ખાધા હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા હતા. જોકે, સમગ્ર ઘટના અંગેની હકીકત મહિલાને હોશ આવે ત્યારે જ જાણવા મળી શકશે. તો બીજી તરફ, આ મામલે બૌડાના અધિકારીનો સંપર્ક કરતા તેઓએ આરડીસી સાથે ચર્ચા બાદ આગળની કાર્યવાહી કરવા જણાવ્યું હતું, ત્યારે આ મામલે એ’ ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.