ભરૂચ: મુક્તિનગરમાં અંગત અદાવતે મહિલાને જાહેરમાં નિર્વસ્ત્ર કરાય હોવાના આક્ષેપ,પોલીસે શરૂ કરી તપાસ

ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો.લીના પાટીલને એક લેખિત રજૂઆત કરવા અખિલ ગડેલીયા સમાજ પહોંચ્યું હતું.

New Update
ભરૂચ: મુક્તિનગરમાં અંગત અદાવતે મહિલાને જાહેરમાં નિર્વસ્ત્ર કરાય હોવાના આક્ષેપ,પોલીસે શરૂ કરી તપાસ

ભરૂચ શહેરના સતત ભરચક વિસ્તારમાં આવેલી મુક્તિ નગર સોસાયટીમાં મહિલાને થાંભલા બાબતે બોલાચાલી કરી તેણીને માર મારી નિર્વસ્ત્ર કરી દીધી હોવાના આક્ષેપ સાથે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ બાબતે ફરિયાદી મહિલાએ જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી કડક પગલા ભરવાની માંગ કરી છે

ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો.લીના પાટીલને એક લેખિત રજૂઆત કરવા અખિલ ગડેલીયા સમાજ પહોંચ્યું હતું. જેમાં ભરૂચના મુક્તિનગર સોસાયટીમાં રહેતા જોગીંદર વર્મા તથા અન્ય એક મહિલાએ સોસાયટીમાં રહેતી અને છેલ્લા ચાર દિવસથી તેનો પતિ બહાર હોય તેની એકલતાનો લાભ લઈ આરોપીઓએ ફરિયાદી મહિલાને ગાળા ગાળી કરી તેણીને મારી નિર્વસ્ત્ર કરી દીધી હતી. ભોગ બનનારે મોબાઇલમાં વિડીયો કરવાનો પ્રયાસ કરતા આરોપીઓએ તેણીનો મોબાઇલ પણ તોડી નાખ્યો હોવાના આક્ષેપ સાથે ફરિયાદી તાબડતોબ એ ડિવિઝન પોલીસ માટે પહોંચી આરોપી જોગિન્દર વર્મા અને અન્ય એક મહિલા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી આરોપીઓની ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે.આ તરફ મહિલાઓ દ્વારા આરોપી સામે કડક પગલાં ભરવામાં આવે એવી માંગ કરવામાં આવી છે

Read the Next Article

ભરૂચ: નગર સેવા સદન દ્વારા બિસ્માર માર્ગો પર થીંગડા મરવાનું શરૂ કરાયું, કેટલા દિવસ ટકે એ જોવું રહ્યું !

ભરૂચ શહેરમાં વરસાદી મહોલ વચ્ચે ઠેર ઠેર વિવિધ માર્ગો પર ખાડા પડ્યા છે ત્યારે નગરપાલિકાએ આખરે ખાડા પૂરવાનું અભિયાન શરૂ કર્યું છે

New Update
  • ભરૂચમાં ચોમાસામાં વિવિધ માર્ગો બન્યા બિસ્માર

  • વરસાદી માહોલ વચ્ચે માર્ગો પર પડ્યા ખાડા

  • મસમોટા ખાડાના કારણે વાહનચાલકો પરેશાન

  • નગરપાલિકાએ ખાડા પુરવાનું શરૂ કર્યું

  • લાખો રૂપિયાનો કરાશે ખર્ચ !

ભરૂચ શહેરમાં વરસાદી મહોલ વચ્ચે ઠેર ઠેર વિવિધ માર્ગો પર ખાડા પડ્યા છે ત્યારે નગરપાલિકાએ આખરે ખાડા પૂરવાનું અભિયાન શરૂ કર્યું છે
ભરૂચમાં વરસાદની સાથે જ નગરપાલિકાએ દર વર્ષની જેમ ખાડા પુરવાના અભિયાનનો પ્રારંભ કર્યો છે. શહેરના આઇકોનિક રોડ સહિત મુખ્ય માર્ગો પર વરસાદનના કારણે પડેલા ખાડાઓને પૂરવા માટે લાખો રૂપિયાનો ખર્ચ કરીને કાર્ય શરૂ કરવામાં આવ્યું છે.નગરપાલિકા દ્વારા દર વર્ષે રોડનું નવીનીકરણ અને સમારકામ કરવામાં આવે છે પરંતુ વરસાદ શરૂ થતાં જ એ જ રસ્તાઓ ફરી ખસ્તાહાલ બની જતા હોવાથી આ અભિયાન જરૂરી બની જાય છે.
આજના દિવસે શહેરના શક્તિ સર્કલથી ભૃગુઋષિ બ્રિજના નીચે આવેલા સર્વિસ રોડ પર મોટા ખાડાઓને પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ અંગે ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર હરેશ અગ્રવાલે જણાવ્યું હતું કે વરસાદી માહોલ વચ્ચે લોકોને અગવડ ન પડે એ માટે ખાડાઓ પુરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.આવનારા સમયમાં અન્ય વિસ્તારોમાં પણ આ પ્રકારની કામગીરી કરાશે. 
Latest Stories