ભરૂચ: અંકલેશ્વરના સંજાલી ગામે લોકોને આંખમાં થઈ બળતરા,ગભરામણ પણ થતા ગામમાં ભયનો માહોલ

પાનોલી જીઆઇડીસી માં આવેલી અક્ષર નિધિ ફાર્મા કંપનીમાં ભીષણ આગ બાદ નજીકમાં આવેલ સંજાળી ગામના લોકોએ ગેસની અસર થઈ હોવાની ફરિયાદ કરતા વહીવટી તંત્ર દોડતુ થયું હતું

ભરૂચ: અંકલેશ્વરના સંજાલી ગામે લોકોને આંખમાં થઈ બળતરા,ગભરામણ પણ થતા ગામમાં ભયનો માહોલ
New Update

અંકલેશ્વરના પાનોલી જીઆઇડીસી માં આવેલી અક્ષર નિધિ ફાર્મા કંપનીમાં ભીષણ આગ બાદ નજીકમાં આવેલ સંજાળી ગામના લોકોએ ગેસની અસર થઈ હોવાની ફરિયાદ કરતા વહીવટી તંત્ર દોડતુ થયું હતું

અંકલેશ્વરના પાનોલી જીઆઇડીસી માં આવેલી અક્ષર નિધિ ફાર્મા કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ હતી. આ ઘટના બાદ ફાયર ફાઇટરોએ આગ ઉપર કાબુ મેળવી લીધો હતો પરંતુ રાતના સુમારે જીઆઇડીસીને અડીને આવેલા સંજાલી ગામના લોકોને ગેસની અસર વર્તતા ભયનો માહોલ સર્જાયો હતો. ગામલોકોએ સકંટ સ્થળ તરફ દોટ મૂકી હતી. અચાનક મચેલી નાસભાગના કારણે તંત્ર પણ એલર્ટ થયું હતું. અધિક જિલ્લા કલેકટર ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને સ્થિતિનો તાગ મેળવી 1000 જેટલા લોકોને ખરોડ પ્રાથમિક શાળામાં ખસેડ્યા હતા. ગેસની તપાસ દરમ્યાન કોઈ ઝેરી તત્વો ન મળવાથી તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.ભરૂચ જિલ્લાની 108 એમ્યુલન્સની 8 ટીમ ગામમાં રવાના કરવામાં આવી હતી. ગ્રામજનોએ આંખમાં બળતરા અને ગભરામનની ફરિયાદ કરી હતી. ગડખોલ આરોગ્ય કેન્દ્ર અને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં દર્દિઓનેખસેડવાની જરૂર પડે તો તંત્રમાં દોડધામ ન મચે તે માટે બેડ સ્ટેન્ડબાય રખાયા હતા. સદનશીબે કોઈ વ્યક્તિની હાલત એ હદે બગડી ન હતી કે તેમને હોસ્પિટલમાં સારવાર આપવી પડે. લોકોમાં ગેસની અસરના પગલે એ હદે ભય ફેલાયો હતો કે મોટી સંખ્યામાં ટોળા નેશનલ હાઇવે તરફ દોડતા નજરે પડયા હતા.

#Bharuch #Gujarat #Connect Gujarat #BeyondJustNews #Ankleshwar #Breaking News #Company Fire #Sanjali village
Here are a few more articles:
Read the Next Article