New Update
/connect-gujarat/media/post_banners/3ad9443b12c40833279b1b0a07ed3f4dc4a3f81aecb6ed69f7bff40776f7b44b.jpg)
ભરૂચના વાગરા તાલુકાનાં બદલપૂરા ગામે મામાએ સો રૂપિયાની લેતીદેતીમાં ભાણેજની હત્યા કરતા ચકચાર મચી જવા પામી છે.
ભરૂચના વાગરા તાલુકાના બદલપુરા ગામમાં રહેતા મહેશભાઈ દીપકભાઈ વસાવા નામના વ્યક્તિ ઉપર સગા મામાએ જ છરીના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો હતો.લાલજીભાઈ ખોડાએ ભાણા પાસે સો રૂપિયાની માંગણી કરી હતી સો રૂપિયા ભાણાએ ન આપતા ભાણાને છરીના ઘા મારી મોતને ઘાટ ઉતારી આરોપી ફરાર થઈ ગયો હતો. વાગરા પોલીસે ઘટના સ્થળ પર પહોંચી મુતકને પોસ્ટમોર્ટમ અર્થે વાગરા આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડયો હતો અને બનાવ સંદર્ભે હત્યા અંગેનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Latest Stories