ભરૂચ: વાગરામાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે રામ મંદિરનું નિર્માણકાર્ય પૂર્ણ થવાની તારીખ જણાવી, કોંગ્રેસ પર કર્યા પ્રહાર

ભરૂચના વાગરા ખાતે ભાજપની જનસભા યોજાય હતી જેમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા

New Update
ભરૂચ: વાગરામાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે રામ મંદિરનું નિર્માણકાર્ય પૂર્ણ થવાની તારીખ જણાવી, કોંગ્રેસ પર કર્યા પ્રહાર

ભરૂચના વાગરા ખાતે ભાજપની જનસભા યોજાય હતી જેમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભાજપ દ્વારા પુરજોશમાં પ્રચાર કરવામાં આવી રહ્યો છે જેના ભાગરૂપે ભરૂચની વાગરા વિધાનસભા બેઠક પર ભાજપ દ્વારા જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વાગરા બેઠકના ઉમેદવાર અરૂણસિંહ રણા, ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, સાંસદ મનસુખ વસાવા, પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી ભરતસિંહ પરમાર સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે તેમના સંબોધનમાં કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા

અમિત શાહે તેમના સંબોધનમાં જણાવ્યું હતું નર્મદા પરિક્રમાની પવિત્ર ભૂમિ એવી ભરૂચની ભૂમિને હું પ્રણામ કરૂ છું. કોંગ્રેસે અનેક વર્ષ સુધી રાજ કર્યું પણ ઘર અને ગજવા ભરવા સિવાય કોઈ કામ નથી કર્યું. ગુજરાતને કોમી રમખાણોની આગમાંથી બહાર લાવી વિકાસના માર્ગે દોડાવવાનું કામ ભાજપે કર્યું છે.કોંગ્રેસે ગરીબી હટાવવાના નામે ગરીબોને હટાવી દીધા.

કશ્મીરમાંથી 370ની કલમ નાબૂદ કરી હંમેશા માટે ભારત સાથે જોડવાનું કામ પી.એમ.નરેન્દ્ર મોદીએ કર્યું છે. રામ મંદિર મુદ્દે નિવેદન આપતા અમિત શાહે જણાવ્યું હતું કે 1 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કાર્ય પૂરું થશે. સાથે જ તેઓએ રાહુલ ગાંધીને અયોધ્યાની ટીકીટ બુક કરાવી લેવા આહવાહન કર્યું હતું

Latest Stories