/connect-gujarat/media/post_banners/f8f5beda9e9d8cd1164f92f7f8e0c670c66bfc6f4f079be964812a93706c34d6.webp)
ભરૂચ જિલ્લાના ઝગડીયા તાલુકાના વેલુગામ ખાતે ગ્રામ્ય કક્ષાના લોકોના સુખાકારી માટે આરોગ્ય સેવા સરળતાથી નજીક મળી રહે તેવા હેતુથી ઝઘડીયાના ધારાસભ્ય દ્વારા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વેલુગામ ખાતે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરથી આજુબાજુના ભાવપુરા નાના વાસણા, ઇન્દોર, પાણેથા જેવા ગામોને આનો લાભ મળશે, તેમજ કાંઠા વિસ્તારમાં આવેલ દર્દીઓને તેઓના નજીક જ આરોગ્ય લગતી સારવાર મળી રહેશે.
ઝઘડીયાના ધારાસભ્ય રીતેશ વસાવાએ જણાવ્યુ હતું કે, અગાઉ પણ આ વિસ્તારમાં આ પ્રકારના વેલનેસ સેન્ટરો ઉભા કરવામાં આવશે. સાથે જ લોકો પણ આયુષ્માન કાર્ડ કઢાવે અને તેનો લાભ મેળવે. આ પ્રસંગે ઝઘડીયાના ધારાસભ્ય રીતેશ વસાવા, તાલુકા ઉપપ્રમુખ પ્રકાશ દેસાઈ, આરોગ્ય ખાતાના ચેરમેન આરતીબેન એપીએમસીના ચેરમેન દીપક પટેલ, જિલ્લા પંચાયતના સભ્ય મહેન્દ્રસિંહ વાસદીયા તેમજ અધિકારીઓ-કર્મચારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.