ભરૂચ: જગતના તાત માટે ઉદ્યોગો આપશે બલિદાન ! સપ્તાહમાં એક દિવસ બંધ પાળી વીજળીની કરશે બચત

ખેડૂતો માટે વિજળી બચાવવા ભરૂચ જિલ્લાના ઉદ્યોગોને સ્વૈચ્છિક બંધ પાળવા રાજ્ય સરકાર દ્વારા અપીલ કરવામાં આવી છે.

New Update
ભરૂચ: જગતના તાત માટે ઉદ્યોગો આપશે બલિદાન ! સપ્તાહમાં એક દિવસ બંધ પાળી વીજળીની કરશે બચત

ખેડૂતો માટે વિજળી બચાવવા ભરૂચ જિલ્લાના ઉદ્યોગોને સ્વૈચ્છિક બંધ પાળવા રાજ્ય સરકાર દ્વારા અપીલ કરવામાં આવી છે. પરિપત્ર અનુસાર ઉદ્યોગો સપ્તાહના દર શુક્રવારે પોતાનું યુનિટ બંધ રાખી દેશનું અભિન્ન અંગ એવા ખેડૂતો માટે વીજળીની બચત કરે

રાજ્ય સરકાર દ્વારા ભરૂચ જિલ્લાના ઉદ્યોગોને દર શુક્રવારના રોજ સ્વૈચ્છિક બંધ રાખવા સર્ક્યુલર મોકલવામાં આવ્યો છે. જિલ્લાના વિવિધ ઉદ્યોગ મંડળ દ્વારા સર્ક્યુલર ઉદ્યોગોને મોકલી આપી સહયોગ આપવા અપીલ કરી હતી. ખેડૂતોને પૂરતી વીજળી આપવા માટે સરકાર દ્વારા ઉદ્યોગોને એક દિવસ સ્વૈચ્છિક વીજળીનો વપરાશ ઘટાડી ઉદ્યોગો બંધ રાખવા અપીલ કરી છે. રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં તમામ ઔદ્યોગિક વિસ્તાર ઝોન પાડી દિવસો નિયત કરવામાં આવ્યા છે. જેમાં શુક્રવારના રોજ 11 જિલ્લાના ઉદ્યોગોને સ્વૈચ્છિક બંધ રાખવા તાકીદ કરતો સર્ક્યુલર મોકલવામાં આવ્યો છે.

જે સર્ક્યુલર દક્ષિણ ગુજરાત વીજ નિગમ દ્વારા એસેટમાં ઉદ્યોગો અને ઉદ્યોગ મંડળને મોકલી આપવામાં આવ્યો છે. ભરૂચ જિલ્લાના ઉદ્યોગો સપ્તાહના પ્રતિ શુક્રવારના રોજ પોતાના ઉદ્યોગો બંધ રાખી વીજળી બચાવા અપીલ કરી છે. પરિપત્ર અનુસાર ખેડૂત આપણા દેશનું અભિન્ન અંગ છે ત્યારે ઉનાળામા સિંચાઈ માટે પાણી લેવા જરૂરી વીજળી મળી રહે તે માટે સરકારનો આ પ્રયત્ન છે. જેમાં ઉદ્યોગોને સહયોગ આપવા અપીલ કરાઈ છે. ખેડૂતો માટે ઉદ્યોગો પોતાના યુનિટ સ્વૈચ્છિક બંધ રાખવા તૈયારી દાખવી રહ્યા છે.

Latest Stories