/connect-gujarat/media/post_banners/16b8200189a755ee6cb38f0a6eb79e900ddf367b3874443a2fda4794bca128df.jpg)
ભરૂચ જંબુસર બાયપાસ ખાતે રહેતા જશવંત કુમાર બાલુરામ કલાલ રાજસ્થાનના વતની છે. તેઓ જંબુસર બાયપાસ નજીક બાલાજી માર્બલની દુકાન ધરાવે છે તેઓની ઈનોવા ગાડી ઘર આગળ કમ્પાઉન્ડમાં પાર્ક કરેલી હતી. પહેલી ઓકટોબરના રોજ વહેલી સવારે સવા પાંચ વાગ્યાના અરસામાં કોઈ ચોર ઇસમે સ્ટાર હાઇટ્સ સાઇટ દુકાન નંબર એક પાસેથી આ ઇનોવા કારની ચોરી થઇ હતી. બનાવ અંગે બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ચોરીની આ ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે. જશવંતકુમારે મંગળવારના રોજ મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે ચોરી થયેલી ગાડી બાબતે પોલીસ ઝડપથી તપાસ કરે તેવી તેમની માંગણી છે.