ભરૂચ : ધીમા પવન સાથે વરસાદ શરૂ, ગત સાંજથી જ વરસાદી માહોલ જામ્યો

આકાશમાં કાળાડિબાંગ વાદળોની ફોજ ઉતરી આવી, છેલ્લા બે દિવસથી વરસાદના અમી છાંટણા વરસ્યા

New Update
ભરૂચ : ધીમા પવન સાથે વરસાદ શરૂ, ગત સાંજથી જ વરસાદી માહોલ જામ્યો

ભરૂચ શહેરમાં બે દિવસથી વરસાદી અમી છાંટણા વચ્ચે ધોધમાર વરસાદ વરસતા વાતાવરણ ઠંડુગાર બની ગયું હતું.

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ આગાહી અનુસાર ભરૂચમાં છેલ્લા 3 દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, ભરૂચ શહેરમાં વરસાદના અમી છાંટણા વરસી રહ્યા છે ત્યારે ગત બપોરથી એકાએક આકાશમાં કાળા ડિબાંગ વાદળોની ફોજ ઉતરી આવી હતી અને જોતજોતામાં ધમાકેદાર વરસાદ તૂટી પડ્યો હતો. ભરૂચ શહેર સહિત અંકલેશ્વર શહેરમાં ભારે વરસાદ ખાબક્યો હતો. જેને કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાયા હતા, ત્યારે આજરોજ ફરી વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું. શહેરમાં વરસાદ વરસતા જ જાહેર માર્ગો પર વરસાદી પાણી ભરાયા હોવાના દ્રશ્યો જોવામાં મળ્યા હતા. જ્યારે વરસાદી વાતાવરણને લઇ ભારે ઉકળાટ વચ્ચે ઠંડકનો અહેસાસ થયો હતો.

Latest Stories