ભરૂચ : છેલ્લા 3 વર્ષથી પોક્સોના ગુનામાં ફરાર આરોપીને જબુંસર-કાવી પોલીસે કનગામથી સગીરા સાથે ઝડપી પાડ્યો...

કાવી પોલીસ મથકના છેલ્લા 3 વર્ષથી પોકસોના ગુનામાં નાસતા ફરતા આરોપીને પોલીસે કનગામ ગામની નવી નગરીમાંથી સગીરા સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભરૂચ : છેલ્લા 3 વર્ષથી પોક્સોના ગુનામાં ફરાર આરોપીને જબુંસર-કાવી પોલીસે કનગામથી સગીરા સાથે ઝડપી પાડ્યો...
New Update

ભરૂચ જિલ્લાના જબુંસર તાલુકાના કાવી પોલીસ મથકના છેલ્લા 3 વર્ષથી પોકસોના ગુનામાં નાસતા ફરતા આરોપીને પોલીસે કનગામ ગામની નવી નગરીમાંથી સગીરા સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ જિલ્લામાં નસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા આદેશ આપ્યા હતા. જેના અનુસંધાને કાવી પોલીસ મથકના PSI વૈશાલી આહીરના માર્ગદર્શન હેઠળ સ્ટાફને તેમના પોલીસ મથકના વિસ્તારમાં નાસતા ફરતા આરોપીઓનની માહીતી એકત્ર કરી તેમને ઝડપી પાડવા સુચનાઓ આપવામાં આવી હતી. જેના આધારે અ.હે.કો. વિરભદ્રસિંહ જયવંતસિંહ પેટ્રોલીંગમાં હતા, ત્યારે માહિતી મળી હતી કે, કાવી પોલીસ સ્ટેશનના પોક્સોના ગુન્હાનો છેલ્લા 3 વર્ષથી નાસતો ફરતો કનગામની નવી નગરીમાં રહેતો આરોપી મહેંદ્ર ઉર્ફે ઢેખો રાઠોડ ભોગ બનનાર સગીરા સાથે કનગામની ગામ નવી નગરીમાં હાજર છે. જે બાતમીના આધારે પોલીસે બાતમીવાળા સ્થળ પરથી આરોપીને સગીરા સાથે ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

#Bharuch #CGNews #police #arrested #accused #crime #Jambusar #Kavi
Here are a few more articles:
Read the Next Article