Connect Gujarat
ભરૂચ

ભરૂચ : જંબુસરમાં કરોડો રૂપિયાના ખર્ચે બનેલા રોડમાં પહેલા જ વરસાદે પડ્યા ગાબડાં, ઉઠી ભ્રષ્ટાચારની બૂમો...

X

ભરૂચ જિલ્લાના જંબુસર નગર ખાતે મુખ્યમંત્રી સ્વર્ણિમ શહેરી વિકાસ યોજના હેઠળ કરોડો રૂપિયાના ખર્ચે બનેલા રોડ પર પહેલા જ વરસાદમાં ખાડા પડી જતાં રોડના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો વિપક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં આવેલ એસટી ડેપોથી ડીવાયએસપી કચેરી સુધીના મુખ્ય માર્ગને ઘણી રજુઆત બાદ કરોડોના ખર્ચે બનાવામાં આવ્યો હતો. જેથી મુખ્ય માર્ગ બનતા સ્થાનિકોમાં ખુશીની લહેર જોવા મળી હતી. પરંતુ પહેલા જ વરસાદમાં એક મહિના આગાઉ બનેલ રોડ પર ઠેર ઠેર ગાબડાં પડતા કોન્ટ્રાક્ટરની કામગીરી પર સવાલ ઉઠવા પામ્યા છે.

કોન્ટ્રાક્ટર દ્વારા 1 વર્ષની ગેરંટી સાથે બનાવેલ કરોડો રૂપિયાના રોડની હાલત એક જ મહિનામાં ખરાબ થતા વિકાસના નામે ભ્રષ્ટાચાર થયો હોય તેમ સ્થાનિકો દ્વારા આક્રોશ સાથે કોન્ટ્રાક્ટ પર કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.

Next Story