Connect Gujarat
ભરૂચ

ભરૂચ : ઝઘડીયા GIDC વિસ્તારને જોડતા સ્ટેટ હાઇવે પર 3 ફૂટ ઉંડા ખાડા પડતાં માર્ગ બિસ્માર, વાહનચાલકોને હાલાકી...

ઝઘડીયા GIDC વિસ્તારને જોડતો સ્ટેટ હાઇવે બિસ્માર, 2થી 3 ફૂટ ઉંડા ખાડા પડી જતાં વાહનચાલકોને હાલાકી.

X

ભરૂચ જિલ્લાના ઝઘડીયા GIDC, કપલસાડી અને ફુલવાડી ગ્રામ્ય વિસ્તારને સ્ટેટ હાઇવે સાથે જોડતા મુખ્ય માર્ગ પર મસમોટા ખાડા પડી જતાં ગ્રામજનો સહિત વાહનચાલકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે.

ભરૂચ જિલ્લાના ઝઘડીયા GIDC, કપલસાડી અને ફુલવાડી ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યા બાદ મુખ્ય માર્ગ પર મસમોટા ખાડા પડી ગયા છે. આ સ્ટેટ હાઇવેથી કપલસાડી, ફુલવાડી અને GIDC વિસ્તારને જોડતા મુખ્ય માર્ગ છે, જ્યાં રેલ્વે ગરનાળા નીચેના માર્ગ પર 2થી 3 ફૂટ ઉંડા અને પહોળા ખાડા પડી જતાં વાહનચાલકો પરેશાન થઈ રહ્યા છે.

ઝઘડિયા GIDCમાં જવાનો આ મુખ્ય માર્ગ હોય, ત્યારે આ માર્ગ પરથી રોજના હજારો વાહનો પસાર થાય છે. વાહનો પસાર થવા માટે રેલ્વે દ્વારા ગળનાળુ બનાવવામાં આવ્યું છે. પરંતુ આ ગળનાળામાં વરસાદી પાણી ભરાઈ જતા હોય છે. જેનો કોઈ યોગ્ય નિકાલ નહીં હોવાથી માર્ગ બિસ્માર બન્યો છે.

વર્ષોથી આ ગરનાળામાં મસમોટા ખાડાઓ પડી ગયા છે. જેની વારંવાર રજૂઆત કરવા છતાં રેલ્વે દ્વારા માર્ગનું સમારકામ હાથ ધરવામાં આવતું નથી. જેના કારણે વાહનચાલકોની હાલત કફોડી બની છે, ત્યારે તાકિદે આ માર્ગનું સમારકામ હાથ ધરાય તેવી સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી છે.

Next Story