ભરૂચ: મોહરમ પર્વએ કલાત્મક તાજીયા સાથે કતોપોર બજાર જૂલુસોથી ઉભરાયું

શહેરના વિવિધ વિસ્તારોમાં રહેલા કલાત્મક તાજીયા જૂલુસ સાથે કતોપોર બજાર ખાતે આવી પહોંચતા મુસ્લિમ બિરાદારોનું માનવ મહેરામણ ઉમટ્યુ હતું.

New Update
ભરૂચ: મોહરમ પર્વએ કલાત્મક તાજીયા સાથે કતોપોર બજાર જૂલુસોથી ઉભરાયું

ભરૂચ શહેરના વિવિધ વિસ્તારોમાં રહેલા કલાત્મક તાજીયા જૂલુસ સાથે કતોપોર બજાર ખાતે આવી પહોંચતા મુસ્લિમ બિરાદારોનું માનવ મહેરામણ ઉમટ્યુ હતું.

ભરૂચ જિલ્લામાં હજારો મુસ્લિમ બિરાદરોએ કલાત્મક તાજીયાની સ્થાપના કરી મોડી રાત સુધી કલાત્મક તાજીયા સાથે વિવિધ કરતબો કરી જાહેર માર્ગો પરથી પસાર થયા હતા જેમાં ભરૂચના લાલ બજાર કોઠી થઈ કતોપોર બજાર ફાટા તળાવ સહિત ચાર રસ્તા સુધી મોટી માત્રામાં મુસ્લિમ બિરાદરો સાથે આવી પહોંચ્યા જાહેર માર્ગો ઉપર માનવ મહેરામણ ઉમટ્યું હતું મોડી રાત સુધી તાજીયા સાથે જુલુસ સાથે કતોપોર બજાર સ્થિત મૌલા અલી દરગાહ ઉપર સલામી આપી તાજીયા જુલુસ પરત પોતાના વિસ્તારમાં ફર્યા હતા.

Latest Stories