Connect Gujarat
ભરૂચ

ભરૂચ : જંબુસર ખાતે કૌસર વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા માછી સમાજના યુવક-યુવતીઓ માટે લગ્ન પ્રસંગ યોજાયો...

ટ્રસ્ટ તરફથી તમામ કન્યાદાનનો સામાન જેમ કે, તિજોરી, પલંગ, સોફા સહિત અન્ય તમામ વસ્તુઓ ભેટમાં આપવામાં આવી હતી

X

ભરૂચ જિલ્લાના જંબુસર નગર ખાતે કૌસર વેલ્ફેર ટ્રસ્ટ-જંબુસર દ્વારા માછી સમાજના યુવક-યુવતીઓ માટે લગ્ન પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લાના જંબુસર નગર સ્થિત ઘનશ્યામ નગર સોસાયટી ખાતે જંબુસરમાં કાર્યરત કૌસર વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા માછી સમાજના જરૂરિયાતમંદ પરિવારના યુવક-યુવતીઓ માટે લગ્ન પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં ટ્રસ્ટ તરફથી તમામ કન્યાદાનનો સામાન જેમ કે, તિજોરી, પલંગ, સોફા સહિત અન્ય તમામ વસ્તુઓ ભેટમાં આપવામાં આવી હતી. આ લગ્ન પ્રસંગે નામી અનામી કોઈપણ વ્યક્તિ કે, સંસ્થાએ સહયોગ આપ્યો છે, તેવા તમામ દાતાઓનો કૌસર વેલ્ફેર ટ્રસ્ટ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. જંબુસરના કૌસર વેલ્ફેર ટ્રસ્ટ તરફથી જરૂરિયાતમંદ લોકોને મદદ કરવામાં આવે છે, ત્યારે હવે આગામી સમયમાં આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે પણ લોકોને મદદ કરવામાં આવે તેવી કૌસર વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા આશા વ્યક્ત કરવામાં આવી છે. જેથી કોઈ દાતા કોઈપણ વ્યક્તિને મદદ કરવા ઇચ્છતા હોય તો તેઓએ કૌસર વેલ્ફર ટ્રસ્ટ જંબુસરના પ્રમુખનો સંપર્ક કરવા અપીલ કરાય છે.

Next Story