Connect Gujarat
ભરૂચ

ભરૂચ: સુરતના 400 શિવ ભક્તોની કાવડ યાત્રા નર્મદા નદીએ પહોંચી,રેવાના પવિત્ર જળથી મહાદેવને કરાશે અભિષેક

શ્રાવણ માસની શરૂઆત થતાની સાથે જ ઠેર ઠેરથી કાવળયાત્રાઓની શરૂઆત શિવ ભક્તો દ્વારા કરવામાં આવી રહી છે

X

સુરતના 400 કાવડયાત્રીઓ આજરોજ ભરૂચ નજીક નર્મદા નદી કિનારે આવી પહોંચ્યા હતા અહી પાવન સલીલા માં નર્મદાનું જળ ભરી સુરતના શ્વેત બિંદુ મહાદેવ મંદિરે અભિષેક કરવામાં આવશે

શ્રાવણ માસની શરૂઆત થતાની સાથે જ ઠેર ઠેરથી કાવળયાત્રાઓની શરૂઆત શિવ ભક્તો દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે સુરતના શિવ મિત્ર મંડળના શિવભક્તો દ્વારા સુરતના શ્વેતબિંદુ મહાદેવ હરિનગર થી યાત્રાનું શુભારંભ કરવામાં આવ્યો હતો જે યાત્રા આજરોજ ભરૂચના પાવનસલીલા માં નર્મદાના કાંઠે પોહોંચી હતી..ઉલ્લેખનીય છે કે આ વર્ષો પહેલા 11 શિવ ભક્તોથી શરૂ કરવામાં આવેલી હતી.જેમાં આ વર્ષે 400થી વધુ શિવ ભક્તો નર્મદા નદી કિનારે પહોંચી નર્મદા નદીનું પવિત્ર જળ ભરી સુરત ખાતેના યાત્રા પ્રારંભ કરેલા સ્થળ શ્વેત બિંદુ મહાદેવ મંદિરેએ શિવજીને જળાભિષેક કરનાર છે.

Next Story