/connect-gujarat/media/post_banners/f4b4793c0038ac353eca5cba5f1196077efc28d207a25e4abcb3486ae60aff56.jpg)
અંકલેશ્વર હાઇવે ઉપર નવજીવન હોટલ પરિસરમાંથી આખે આખા ATM મશીનની ચોરીના મામલામાં વધુ બે ફરાર આરોપીઓને તાલુકા પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
તારીખ-15મી નવેમ્બરના રોજ મધરાતે અંકલેશ્વર હાઇવે ઉપર નવજીવન હોટલ પરિસરમાં આવેલ ખાનગી એટીએમ મશીનને બોલેરો પીકઅપ લઈને આવેલા તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને રૂપિયા ₹4.77 લાખ ભરેલા ATM ની 9 મિનિટમાં ચોરી કરી ફરાર થઈ ગયા હતા પોલીસે 5 લાખથી વધુની લૂંટની ફરિયાદ નોંધી અગાઉ હરિયાણાની મેવાતી ગેંગના એક લૂંટારુની કેશરોલ ગામે આવેલા રાજસ્થાની ઢાબા ઉપરથી 25 વર્ષીય મૂળ હરિયાણાના સલીમ હનીફ શેરખાન મેવાતીને ઝડપી પાડ્યો હતો જે લૂંટના પ્રકરણમાં ફારાર વધુ લૂંટારુઓને અંકલેશ્વર તાલુકા પોલીસે ઝડપી પાડ્યા હતા પોલીસે મૂળ રાજસ્થાનના પાલી જિલ્લાના ઇરસાદ ખુરશીદ રહમત મેવ અને ઝૂહરૂદ્દીન હિંમત મેવની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.આ બન્ને આરોપીઓ ગુનાના મુખ્યસૂત્રધાર હોવાનું કહેવાય રહયું છે