Connect Gujarat
ભરૂચ

ભરૂચ: કિન્નર સમાજે મૃત્યુ બાદ અંતિમ સંસ્કાર કરવા તંત્ર પાસે જગ્યાની કરી માંગ,કલેક્ટરને પાઠવ્યુ આવેદનપત્ર

ભરૂચ જિલ્લા કિન્નર સમાજ દ્વારા કબ્રસ્તાનની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.

X

ભરૂચ જિલ્લા કિન્નર સમાજ દ્વારા કબ્રસ્તાનની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.

હાલ ભરૂચ જિલ્લામાં વસેલા કિન્નરો સમાજ માટે એક મોટી સમસ્યાનો ઉદભવ થયો છે.પહેલાના સમયે કિન્નર સમાજના કોઈપણ સભ્યનું મોત નીપજે તો અસ્થાયી જગ્યા પર મૃતદેહની દફનવિધિ કરવામાં આવતી હતી ત્યારે શહેરી વિસ્તારમાં રહીશોના વસવાટ વધવાના કારણે મૃતકની દફનવિધિ કે અંતિમ સંસ્કાર માટેની જગ્યાનો અભાવ ઊભો થતા ભરૂચ કિન્નર સમાજના નાયક કોકિલા કુંવરની અધ્યક્ષતામાં કિન્નર સમાજે ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી.કિન્નર સમાજ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ઓછામાં ઓછી ત્રણ એકર જમીન અમારા કિન્નર સમાજ માટે ફાળવવામાં આવે જેથી અમારા સમાજના કોઈ વ્યક્તિનું મોત નીપજે તો અંતિમ સંસ્કાર વિધિ ગર્વથી સંપન્ન કરી શકાય.ભરૂચની જીવાદોરી સમાન પવિત્ર નર્મદા નદીના કિનારા પાસે સ્મશાન કબ્રસ્તાન માટે જગ્યા ફાળવવા માટે રજૂઆત કરવામાં આવી હતી

Next Story