ભરૂચના અંકલેશ્વરમાં 29મીમેના રોજ કરણી સેના દ્વારા ક્ષત્રિય એકતા સ્વાભિમાન મહા રેલી - મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના ગુજરાત દ્વારા અઠવાડિયામાં બે દિવસ શનિવાર અને રવિવાર ગુજરાતના જિલ્લાઓ , તાલુકાઓ અને ગામડાઓ મા પ્રવાસ કરી સમિતિઓનું ગઠન કરી કરણી સેના પરીવારની સ્થાપના કરી સમાજને સંગઠિત કરવાનું કાર્ય કરવામાં આવી રહ્યું છે.
જે અંતર્ગત તા. 29મીમેના રોજ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે પ્લોટ.ન .900 , યોગી એસ્ટેટની બાજુ માં જીઆઇડીસી ખાતે સાંજે 4 થી 6 મહારેલી અને સાંજે 6 થી 9 મહા સંમેલનનું આયોજન કરવામાં આવનાર છે.જે અંગેની માહિતી આપવા ભરૂચ ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં કરણી સેના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાજ શેખાવત, સાઉથ ગુજરાત પ્રેસિડેન્ટ જીતેન્દ્ર સિંહ રાજપૂત,સાઉથ ગુજરાત મંત્રી ભગતસિંહ ડોડીયા,ભરુચ જિલ્લા પ્રમુખ કિરપાલ સિંહ વાઘેલા સહિત અન્ય અગ્રણીઓએ માહિતી આપી હતી