ભરૂચ : પશ્ચિમ વિસ્તારના મચ્છી માર્કેટમાં સાફ-સફાઈનો અભાવ, પાલિકા સામે વેપારીઓમાં રોષ...

પશ્ચિમ વિસ્તારમાં આવેલ વર્ષો જૂની મચ્છી માર્કેટમાં મચ્છીના વેપાર સાથે સંકળાયેલી મહિલાઓ અને વેપારીઓની હાલત અત્યંત દયનીય થવા પામી છે.

ભરૂચ : પશ્ચિમ વિસ્તારના મચ્છી માર્કેટમાં સાફ-સફાઈનો અભાવ, પાલિકા સામે વેપારીઓમાં રોષ...
New Update

ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ વર્ષો જૂની મચ્છી માર્કેટમાં મચ્છીના વેપાર સાથે સંકળાયેલી મહિલાઓ અને વેપારીઓની હાલત અત્યંત દયનીય થવા પામી છે.

ભરૂચનું સૌથી જૂનું કહેવાતું મચ્છી માર્કેટ જાણે નગરપાલિકાની સફાઈ અભિયાનની પોલ ખૂલતું હોય તેમ જણાય રહ્યું છે. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર 10માં ચાર રસ્તા નજીક વર્ષોથી ભરૂચ શહેરના માછીમાર સમાજ દ્વારા મચ્છીનો વેપાર કરવામાં આવી રહ્યો છે. જોકે, પાલિકા હસ્તક શહેરમાં ડાંડીયા બજાર અને ચાર રસ્તા સ્થિત એમ 2 માર્કેટ આવેલા છે. પરંતુ ઘણા સમયથી નગરપાલિકા દ્વારા મચ્છી માર્કેટમાં સફાઈવેરા સહિતના વેરા ઉઘરાવવા છતાં પણ કોઈપણ જાતની તકેદારી ન રાખતા માર્કેટમાં વેપાર કરવા આવતી મહિલાઓ, વેપારીઓ અને ગ્રાહકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

જોકે, ભરૂચ નગરપાલિકા સામે આક્રોશ ઠાલવતી કેટલીક મહિલા વેપારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ઘણા વખતથી આ માર્કેટમાં કોઈપણ જાતની સાફ-સફાઈ કરવામાં આવી નથી. કચરો ઉઠાવવા માટે પણ કોઈ આવતું નથી. સાથે સાથે 4થી 5 વખત રજૂઆત કરવા છતાં પણ નગરપાલિકા સત્તાધીશોનું પેટનું પાણી હાલતું નથી. આ બાબતે ઘણી વખત રજૂઆત કરવા છતાં પણ કોઈપણ પાલિકાનો કર્મચારી આ તરફ ફરકતું નથી. સમસ્યા ત્યાં સુધી હવે વકરી ગઈ છે કે, માર્કેટમાં કચરામાંથી ઇયળો પણ નીકળીને બાજુમાં આવેલા અનાજ કરિયાણાની દુકાનોમાં પ્રવેશે છે, ત્યારે આવનાર સમયમાં આ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ નહીં આવે તો પાલિકા કચેરીમાં કચરો ઠાલવી વિરોધ નોંધાવવા અંગે વેપારીઓએ ચીમકી ઉચ્ચારી હતી.

#CGNews #Traders #anger #Fish #Macchi market #Lack of cleanliness #Gujarat #Bharuch
Here are a few more articles:
Read the Next Article