Connect Gujarat
ભરૂચ

ભરૂચ : જંબુસરના દોઢગાવ આંબા વિસ્તારમાં પ્રાથમિક સુવિધાનો અભાવ, સ્થાનિકોને હાલાકી…

X

ભરૂચ જિલ્લાના જંબુસર નગરપાલિકાના વોર્ડ નંબર 4માં આવતા દોઢગાવ આંબા વિસ્તારમાં આશરે 254 જેટલા પરિવારો રહે છે. અહીના રહીશો વર્ષોથી પીવાના પાણી, ગટર લાઇન તેમજ સારા રોડ-રસ્તાની સુવિધાથી વંચિત છે. ચોમાસા દરમ્યાન તો અહીંનો વિસ્તાર પાણી જ પાણી થઈ જાય છે. સ્થાનિકોને હોસ્પિટલ જવું હોય તો 108 એમ્બ્યુલન્સને પણ અહી આવવામાં તકલીફ પડે છે. સ્થાનિકોને પીવાનું પાણી લેવા માટે 3 કિલોમીટર દૂર જવું પડે છે. આ વોર્ડમાં સ્થાનિક નેતાઓ કે, નગરપાલિકાના કર્મચારીઓ અહી દરકાર લેવા પણ નથી આવતા. જોકે, હાલના ધારાસભ્ય ડી.કે.સ્વામી ચૂંટણીના પ્રચાર કરવા માટે આવ્યા હતા, ત્યારે ત્યાંના લોકોને વચન આપ્યું હતું કે, હું ચૂંટણી જીતીશ તો તમને પીવાનું પાણી, ગટર લાઇન તેમજ સારા રોડ-રસ્તા જલ્દીથી બનાવી આપીશ, ત્યારે હાલ તો સ્થાનિકોની સમસ્યાનું વહેલી તકે નિરાકરણ આવે તેવી માંગ ઉઠી છે.

Next Story