Connect Gujarat
ભરૂચ

ભરૂચ: જંબુસરના કાવી ગામે બેન્ક ઓફ બરોડામાંથી લાખો રૂપિયાની ચોરી,પોલીસે શરૂ કરી તપાસ

ભરૂચના જંબુસર તાલુકાના કાવી ગામે બેંક ઓફ બરોડાની શાખામાં અંદાજે રૂપિયા 17 લાખની ચોરીના ગુનાને અંજામ આપી ફરાર થઈ ગયા હતા

X

ભરૂચના જંબુસર તાલુકાના કાવી ગામે બેંક ઓફ બરોડાની શાખામાં અંદાજે રૂપિયા 17 લાખની ચોરીના ગુનાને અંજામ આપી ફરાર થઈ ગયા હતા.

ભરૂચના જંબુસર તાલુકાના કાવી ગામે બેંક ઓફ બરોડાની શાખામાં અંદાજે રૂપિયા 17 લાખની ચોરીને લઇ ચકચાર મચી ગઇ હતી.બેંક સત્તાધીશોએ પોલીસને જાણ કરતા કાવી પોલીસ સ્ટેશનના PSI એન.એ.પરમાર, એલસીબી પીએસઆઇ સહિતનો કાફલો સ્થળ પર દોડી આવી તપાસ હાથ ધરી હતી.બેંકના અધિકારીઓએ અંદાજે 16 થી 17 લાખની કેશ બેન્કમાંથી ચોરાઈ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાવ્યું હતું. જોકે આ અંગે ખરેખર કેટલી કેશ ગાયબ થઈ છે તેની ગણતરી હાથ ધરાઈ છે.બીજી તરફ સીસીટીવીમાં બેંકનો કેશિયર જ શંકાના દાયરામાં આવ્યો હતો. પોતાનો મોબાઈલ ભૂલી ગયો હોવાનું જણાવી કેશિયર બેંકના તાળા ખોલી અંદર પ્રવેશ્યો હતો ત્યારે તેની પણ ભૂમિકા તપાસવામાં આવી રહી છે. હાલ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Next Story