ભરૂચ : ભોલાવ ગ્રામ પંચાયત વિસ્તારમાં વિવિધ વિકાસ કાર્યોનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત-લોકાર્પણ

ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે શહેરના ભોલાવ ગ્રામ પંચાયત વિસ્તારમાં 17 જેટલા વિકાસ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યા હતા.

New Update
ભરૂચ : ભોલાવ ગ્રામ પંચાયત વિસ્તારમાં વિવિધ વિકાસ કાર્યોનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત-લોકાર્પણ

ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે શહેરના ભોલાવ ગ્રામ પંચાયત વિસ્તારમાં 17 જેટલા વિકાસ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યા હતા.

ગુજરાતમાં ચૂંટણી બાદ 156 સીટો પર ભાજપની જીત થઈ ફરી એકવાર ગુજરાતના લોકોએ વર્તમાન સરકારને પસંદ કરી છે, ત્યારે સરકાર દ્વારા છેવાડાના માનવી સુધી ચૂંટણી ટાણે કરેલા વિકાસના વાયદાઓને યુધ્ધના ધોરણે ઓપ આપવા અને છેવાડાના માનવીને માળખાકીય સુવિધા સહિત સરકારની વિવિધ યોજનાઓને પહોચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે વિવિધ યોજનાઓ અને વિકાસના કાર્યોની શરૂઆત ચૂંટાયેલા જન પ્રતિનિધિઓના હસ્તે કરવામાં આવી રહ્યા છે, ત્યારે ભરૂચ શહેરના ભોલાવ ગ્રામ પંચાયતમાં આવતા વિસ્તારોમાં ધારાસભ્યની ગ્રાન્ટ, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત સહિતની સરકારી ગ્રાન્ટમાંથી 17થી વધુ રોડ-રસ્તા, પેવર બ્લોક, ગટર લાઈન સહિતના વિકાસ કામોનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રી દ્વારા ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમને ધર્મેશ મિસ્ત્રી, ભોલાવ ગ્રામ પંચાયતના સરપંચ સહિત તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને ભોળાવ ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories