/connect-gujarat/media/post_banners/3ff63d93dffa95f8c7be12bab01a55965d68b153e377a9f159288f46df0a7f95.jpg)
ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લા કાર્યાલય કસક ખાતે પ્રદેશના મીડિયા ડિબેટના પ્રવકતા શૈલેષ પરમાર તેમજ મીડિયા વિભાગ મધ્ય ઝોનના કન્વીનર સત્યેન કુલાબકર દ્વારા જિલ્લાના પત્રકારોની શુભેચ્છા મુલાકાતનો કાર્યક્રમ યોજાયો હતો. આગેવાનોએ ભરૂચના પત્રકારો સાથે ચર્ચા વિચારણા કરી સ્થાનિક મીડિયા સાથે સંકલનમાં પડતી મુશ્કેલીઓ બાબતે ચર્ચા વિચારણા કરી હતી.પત્રકાર મિત્રોએ પણ સ્થાનિક મીડિયા કવરેજ માટે સર્જાતી મુશ્કેલીઓ અને તેનો ઉકેલ કઈ રીતે આવે એ બાબતે ચર્ચા કરી હતી.
આ પ્રસંગે અંકલેશ્વરના મીડિયા સેલના કનવીનર ધર્મેન્દ્ર પુષ્કર્ણા, નેત્રંગ મીડિયા સેલના કનવીનર અતુલ પટેલ અને હાંસોટના મીડિયા સેલના કન્વીનર અશોક રાવલ સહિત જિલ્લાના પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા