ભરૂચ:નગર સેવા સદનની થામ ગામ નજીક આવેલ ડમ્પીંગ સાઇટ દૂર કરવા સ્થાનિકોની માંગ

થામ ગામ પાસેથી નગર સેવા સદનની ડમ્પીંગ સાઇટ દૂર કરવા સ્થાનિકોએ તંત્ર સામે ઉગ્ર રજૂઆત કરી હતી અને વિરોધ નોંધાવ્યો હતો

ભરૂચ:નગર સેવા સદનની થામ ગામ નજીક આવેલ ડમ્પીંગ સાઇટ દૂર કરવા સ્થાનિકોની માંગ
New Update

ભરૂચના થામ ગામ પાસેથી નગર સેવા સદનની ડમ્પીંગ સાઇટ દૂર કરવા સ્થાનિકોએ તંત્ર સામે ઉગ્ર રજૂઆત કરી હતી અને વિરોધ નોંધાવ્યો હતો

ભરૂચ શહેરી વિસ્તારમાંથી આવતો કચરો તાલુકાના થામ ગામ નજીકમાં એક ખેતરમાં તંત્ર દ્વારા ઠાલાવવામાં આવે છે.ભરૂચ નગર પાલિકા દ્વારા ખાનગી ખેતરને ભાડે લઈ છેલ્લા કેટલાય સમયથી અહીં દુર્ગંધ મારતો કચરો ઠાલાવવાની કામગીરી હાથ ધરવામાં આવતા આસપાસમાં વસતા લોકોની હાલત કફોડી બની છે .સ્થાનિક આગેવાનું કહેવું છે કે જ્યારથી નગર પાલિકા દ્વારા આ સ્થળે ડમ્પીંગ સાઇટનું નિર્માણ કરવામાં આવ્યું છે ત્યારથી આસપાસ આવેલા થામ, વ્હાલું,કરમાડ સહિતના ગામોમાં દુર્ગંધ ફેલાય છે સાથે સાથે આજુબાજુના ખેતરોમાં પણ આ ડમ્પિંગ સાઇટની અસરના કારણે ખેડૂતોના પાકને નુકશાન થઈ રહ્યું છે.આજરોજ ડમ્પીંગ સાઇટની આસપાસ વસતા ગ્રામજનો તેમજ આગેવાનોએ થામ ગામ ખાતે ડમ્પિંગ સાઇટના સ્થળે ઉપસ્થિત રહી તંત્ર સામે ભારે સુત્રોચાર કર્યા હતા અને તાત્કાલિક ધોરણે આ ડમ્પીંગ સાઇટને દૂર કરવાની માંગ સાથે વિસ્તારમાં પ્રદુષણ ફેલાવતા ઈસમો સામે કાર્યવાહીની માંગ કરી GPCBમાં આવેદન પત્ર પાઠવી રજુઆત કરી હતી

#Bharuch #Gujarat #CGNews #removal #Locals #Nagar Seva Sadan #dumping site #Tham village
Here are a few more articles:
Read the Next Article