ભરૂચ પર તોળાતું પુરનું સંકટ, નર્મદા નદીના જળ સ્તરમાં સતત વધારો

ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીના જળસ્તરમાં વહેલી સવાર બાદ અઢી ફૂટના વધારે સાથે નદીની જળ સપાટી ૧૯.૦૫ ફૂટે પહોંચતા કિનારાના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે.

ભરૂચ પર તોળાતું પુરનું સંકટ, નર્મદા નદીના જળ સ્તરમાં સતત વધારો
New Update

સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં આંશિક ઘટાડો નોંધાયો છે ઉપરવાસમાંથી 3.૦૨ લાખ ક્યુસેક પાણીની આવક થતા હાલ નર્મદા ડેમની સપાટી 135.02 મીટર પહોંચી છે ગતરોજ ડેમની સપાટી 135.51 મીટર સુધી પહોંચી હતી જે બાદ આજરોજ સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં ઘટાડો નોંધાયો છે ડેમની સપાટી હાલ ૧૩૪.૯૩ મીટરે પહોંચી છે હાલમાં પાણીની આવક ૩.૩૩ લાખ ક્યુસેક નોંધાઈ છે ઉપરવાસના ઓમકારેશ્વર ડેમમાંથી સતત પાણી છોડવામાં આવતા પાણીની સપાટીમાં વધારો થયો છે સવારે 11 કલાકે 23 દરવાજા 2.25 મીટર સુધી ખોલીને ૩.૫૦ લાખ ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું છે રિવરબેડ પાવરહાઉસમાં 6 ટર્બાઇનથી વીજળી ઉત્પન્ન કરીને ૪૫ હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવ્યું છે.

ડેમના દરવાજા અને પાવર હાઉસમાં થઇ નદીમાં કુલ જાવક ૩.૯૫ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે જેને પગલે નીચાણવાળા વિસ્તારોને સાવધ રહેવા સૂચના આપવામાં આવી છે સવારે 8 કલાકે ઇન્દિરા સાગર ડેમના 12 ગેટ 3.50 મીટર ખોલી ૪.૦૮.લાખ ક્યુસેક પાણી છોડાતા 32 કલાક પછી નર્મદા બંધમાં પાણીની આવક મોટી માત્રામાં વધી શકે તેવી શક્યતા છે મધ્ય પ્રદેશમાં ભોપાલ,નર્મદા પુરમ, જબલપુર,ગુના,શીવપુરી,સાગર જિલ્લાઓમા સતત વરસાદના પગલે નર્મદા ડેમમાં પાણીની આવક વધવાની શક્યતા છે તેવામાં મંગળવારે ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીના જળસ્તર સવારે ૬:૩૦ કલાકે ૧૭ ફૂટે પહોંચી હતી જે ૧૦ વાગ્યા બાદ ગોલ્ડનબ્રિજ ખાતે નર્મદા નદીનું જળ સ્તર વધીને ૧૯.૦૫ ફૂટે પહોંચ્યું છે.

નદીમાં ભરતીને પગલે અઢી ફૂટનો વધારો થયો છે સાથે ડેમમાંથી છોડાતો વિપુલ જથ્થાને લઇ નર્મદા નદી ભરૂચ અને અંકલેશ્વરના બન્ને છેડાને સ્પર્શી બે કાંઠે વહેતી થઈ છે. તંત્ર દ્વારા લોકોને નદી કાંઠે નહિ જવા તાકીદ કરવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે, ગોલ્ડનબ્રિજ ખાતે નર્મદા નદીનું વોર્નીગ લેવલ 22 ફૂટ જ્યારે ભયજનક સપાટી 24 ફૂટ છે.ગોલ્ડનબ્રિજ ખાતે નર્મદા નદી વોર્નિંગ લેવલને સ્પર્શે તેવી શકયતા વ્યક્ત કરાઇ રહી છે.ત્યારે સાંજ સુધીમાં નદીની સપાટીમાં વધારો થાય શક્યતાને પગલે નદી કાંઠાના લોકોને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે.

#Bharuch #Gujarat #ConnectGujarat #flood #Narmada River #Crisis #warning #hike #water level
Here are a few more articles:
Read the Next Article