/connect-gujarat/media/post_banners/2d3029a2db010b3c203fbb8ab2e36827fbbd1890dd85532415893b81b8fa5b1e.jpg)
ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પરથી પ્રેમિકાની સામે જ પ્રેમીએ નદીમાં મોતની છલાંગ લગાવતા ચકચાર મચી જવા પામી હતી
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.વિસ્તારમાં આવેલ કોસમડી ગામે રહેતા 24 વર્ષીય યુવક પુષ્પરાજ કાલિદાસ પ્રજાપતિ તેની પ્રેમિકા રુપાલી સાથે નર્મદા મૈયા બ્રિજ પર આવી પોતાની પ્રેમિકા રૂપાલીની સામે જ મોતની છલાંગ લગાવી મોતને વ્હાલું કરી લેતા પ્રેમિકા બચાવો બચાવોની બુમો પાડતી રહી ગઈ હતી અને પ્રેમી યુવક પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.બનાવની જાણ સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીને થતા અંકલેશ્વર શહેર પોલીસ મથકમાં જાણ કરવામાં આવી હતી જેના પગલે પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો અને તપાસ શરૂ કરી હતી જો કે સતત 12 કલાક સુધી યુવાનની શોધખોળ કરવામાં આવી હોવા છતા તેનો કોઈ પત્તો લાગ્યો ન હતો. આ તરફ યુવતીને અંકલેશ્વર શહેર પોલીસ મથકે લઈ જવામાં આવી હતી