Connect Gujarat
ભરૂચ

ભરૂચ : માછી સમાજે યોજી અધિકારી યાત્રા, પડતર પ્રશ્ને નાવડી અને ચાંદીના પત્ર સાથે કલેક્ટરને રજૂઆત કરવા પહોચ્યા

ભાડભુત ડેમથી અસરગ્રસ્ત માછીમારોની પડતર માંગો પુરી કરવા આજરોજ ભરૂચ જીલ્લા કલેકટર કચેરીએ માછી સમાજે વિરોધ નોંધાવ્યો હતો

X

ભાડભુત ડેમથી અસરગ્રસ્ત માછીમારોએ આજરોજ અધિકાર યાત્રાનુ આયોજન કર્યું હતું. માછીમારોની પડતર માંગો પુરી કરવા જિલ્લા કલેકટરને નાવડી અને ચાંદીના પત્ર પર આવેદનપત્ર પાઠવી અનોખી રીતે વિરોધ નોંધાવ્યો. જો કે જિલ્લા કલેકટરે આવેદન પત્ર સ્વીકાર્યું ન હતું.

ભાડભુત ડેમથી અસરગ્રસ્ત માછીમારોની પડતર માંગો પુરી કરવા આજરોજ ભરૂચ જીલ્લા કલેકટર કચેરીએ માછી સમાજે વિરોધ નોંધાવ્યો હતો.નર્મદા નદીના વહેણ અટકાવતાં ખનન માફિયાઓએ દ્વારા પારા બનાવી ઉભા કરેલા અવરોધો દૂર કરવામાં આવે, નર્મદા નદી પરના આલિયાબેટ, ધંતુરીયાબેટ, તળાવ બેટ તથા બીજા તમામ બેઠક પરથી ખેતી અને બેઠક પરના વન અને વન્ય જીવોનું રક્ષણ કરવામાં આવે

કંપનીઓમાં 80% સ્થાનિક નોકરી રોજગારી આપવામાં આવે અને સ્થાનિક કર્મચારીઓ પર થતી હેરાનગતિ બંધ કરવામાં આવે ઉદ્યોગિક અકસ્માતો અને પ્રદૂષણ પર નિયંત્રણ કરવામાં આવે ગૌચરની જમીનો ગામલોકોને પાછી આપવામાં આવે હિન્દુ બાળકોની સ્મશાન ભૂમિની ફાળવણી કરવામાં આવે તે સહિતની માગણી સાથે આજરોજ વેજલપુરથી કલેકટર કચેરીએ સ્થાનિક લોકો દ્વારા અધિકારી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને માછી સમાજનું પ્રતીક નાવડી અને ચાંદીના પત્ર પર આવેદનપત્ર પાઠવી અનોખી રીતે વિરોધ નોંધાવી યાત્રા યોજી ભરૂચ સમહાકર્તાને રજૂઆત કરવામાં આવી હતી.જે પત્રનો જિલ્લા કલેકટરે અસ્વીકાર કર્યો હતો.

Next Story