ભરૂચ: મનુબરના વેપારીને ઓનલાઇન સામાન મંગાવવું ભારે પડ્યુ, પાસર્લમાંથી નિકળ્યા પથ્થર

મનુબરમાં ઇલેક્ટ્રિકલના વેપારીએ સમાનની ઓનલાઈન ખરીદી કરતા તેઓએ છેતરપિંડીનો ભોગ બનવાનો વારો આવ્યો છે.

New Update
ભરૂચ: મનુબરના વેપારીને ઓનલાઇન સામાન મંગાવવું ભારે પડ્યુ, પાસર્લમાંથી નિકળ્યા પથ્થર

ભરૂચના મનુબરમાં ઇલેક્ટ્રિકલના વેપારીએ સમાનની ઓનલાઈન ખરીદી કરતા તેઓએ છેતરપિંડીનો ભોગ બનવાનો વારો આવ્યો છે. પાર્સલમાંથી પથ્થર નીકળતા વેપારીઓમાં રોષ જોવામળી રહયો છે

Advertisment

હાલ ડિજિટલ યુગમાં ઓનલાઇન ખરીદીનું ચલણ વધ્યુ છે લોકો અનેક વસ્તુઓની ઓનલાઇન ખરીદી કરે છે જો કે ભરૂચના મનુબરના વેપારી સાજિદ પટેલેને ઓનલાઇન ખરીદી કરવાનો કડવો અનુભવ થયો છે. આ અંગે તેઓએ જણાવ્યુ હતું કે હાલ દિવાળીનું પર્વ આવી રહ્યું છે ત્યારે તેઓએ તેમની મુન્નવર ઇલેક્ટ્રિકલ્સની દુકાન માટે કેટલાક સમાનની ઓનલાઇન ખરીદી હતી અને 5 હજાર રૂપિયા પણ ચૂકવી દીધા હતા જો કે ઘણા સમય બાદ પાર્સલ આવતા તેઓ પણ ચોંકી ઉઠ્યા હતા. પાર્સલ ખોલીને જોતાં અંદરથી પથ્થર નિકળ્યા હતા ત્યારે તેઓ પોતે છેતરાયા હોવાનો અહેસાસ થયો હતો

Advertisment