Connect Gujarat
ભરૂચ

ભરૂચ: લક્ષ્મીનારાયણ દેવ કૉલેજ ઓફ ફાર્મસી ખાતે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો

આજરોજ વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે ભરૂચની લક્ષ્મીનારાયણ દેવ કૉલેજ ઓફ ફાર્મસી ખાતે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું

X

આજરોજ વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે ભરૂચની લક્ષ્મીનારાયણ દેવ કૉલેજ ઓફ ફાર્મસી ખાતે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું

ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલ લક્ષ્મીનારાયણ દેવ કૉલેજ ઓફ ફાર્મસી ખાતે આજરોજ વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે મેડીકલ હેલ્થ ચેક અપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી સ્વામિનારાયણ શિશુ સહાયક કેન્દ્રના અનુદાનથી આયોજિત કેમ્પમાં ફિઝિકલ એક્ઝામિનેશન, આઈ ટેસ્ટિંગ, સ્કિન ટેસ્ટિંગ, ECG , બ્લડ રિપોર્ટ સહીતના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. સ્પર્શ ક્લિનિકના ડો.ચેતન મોરથાણા અને ડો.નિરાલી પ્રજાપતિ તેમજ તેમની ટીમના સહયોગથી યોજાયેલ કેમ્પનો લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી અને જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલન ૧૫૦ જેટલા શૈક્ષણિક તથા બિન શૈક્ષણિક સ્ટાફે લાભ લીધો હતો

Next Story