ભરૂચ : ભાડભૂત બેરેજથી ભૂખી ખાડીમાં ખારા પાણી ભરાવાની શક્યતા વચ્ચે વાગરાના ધારાસભ્યની મુખ્યમંત્રીને રજૂઆત..!

ભૂખી ખાડીમાં દરિયાની ભરતીના ખારા પાણી ભળી જતાં 45 ગામોની જમીનની ખેતીને નુકશાન થવાની સંભાવનાઓ ઉભી થઇ છે.

New Update
ભરૂચ : ભાડભૂત બેરેજથી ભૂખી ખાડીમાં ખારા પાણી ભરાવાની શક્યતા વચ્ચે વાગરાના ધારાસભ્યની મુખ્યમંત્રીને રજૂઆત..!

ભાડભૂત બેરેજ યોજના એ ભરૂચ જિલ્લાની બહુઆયામી અને આશાસ્પદ યોજના છે. પરંતુ આ યોજનાના પગલે ભૂખી ખાડીમાં દરિયાની ભરતીના ખારા પાણી ભળી જતાં 45 ગામોની જમીનની ખેતીને નુકશાન થવાની સંભાવનાઓ ઉભી થઇ છે. દરિયાના ખારા પાણીને ભૂખી ખાડીમાં આવતા અટકાવવા માટે ભેંસલી નજીક ભૂખી ખાડી પર ચેક ડેમ બનાવવા માટે વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાએ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને લેખિત અને મૌખિક રજૂઆત કરી છે. ઉપરાંત તાજેતરમાં જ નર્મદા યોજનાની અમલેશ્વર બ્રાન્ચ કેનાલમાં ડભાલી ગામ નજીક ગાબડું પડતા આસપાસના વિસ્તારના ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા. જેના કારણે ખેતીના ઉભા પાકને નુકશાન થયું હતું. આ મામલે ખેડૂતોએ ધારાસભ્ય અરુણસિંહ રણાને જાણ કરતા તેઓએ આ અંગે પણ મુખ્યમંત્રીને રજૂઆત કરી ખેડૂતોને યોગ્ય વળતર આપવા ભલામણ કરી હતી.

Read the Next Article

ભરૂચ: રંગવાટીકા સોસા.માં મકાનની સેફટી ટેન્કમાં ખાબકેલ આખલાનું મોત, ફાયર વિભાગે મૃતદેહ બહાર કાઢ્યો

ભરૂચ શહેરની રંગવાટિકા સોસાયટી વિસ્તારમાં નેચર પ્રોટેક્શન ચેરીટેબલ ટ્રસ્ટના હિરેન શાહ અને રમેશ દવેને કોઈ અજાણ્યા શખ્સે ફોન કરી માહિતી આપી હતી કે

New Update
IMG-20250710-WA0004

ભરૂચ શહેરની રંગવાટિકા સોસાયટી વિસ્તારમાં નેચર પ્રોટેક્શન ચેરીટેબલ ટ્રસ્ટના હિરેન શાહ અને રમેશ દવેને કોઈ અજાણ્યા શખ્સે ફોન કરી માહિતી આપી હતી કે આ વિસ્તારના એક નવા બાંધકામમાં બનાવવામાં આવેલી સેફ્ટી ટાંકીમાં એક આંખલો પડી ગયો છે.

માહિતિ મળતાની સાથે જ બંને ટ્રસ્ટી તાત્કાલિક પોતાની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તપાસ દરમ્યાન આ સેફ્ટી ટાંકીમાં એક આંખલો મૃત હાલતમાં જોવા મળ્યો હતો. બાદમાં તાત્કાલિક ભરૂચ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમને જાણ કરી તેમનો સહકાર લેવામાં આવ્યો હતો.ફાયર વિભાગની ટીમે ટાંકામાંથી મૃત આખલાને બહાર કાઢી પોતાની કામગીરી પૂરી કરી હતી. ત્યારબાદ ટ્રસ્ટના સ્વયંસેવકો દ્વારા આખલાની અંતિમ વિધિ કરાઈ હતી
Latest Stories