ભરૂચ:નેત્રંગમાં નિરાધાર વૃદ્ધ વિધવાને ધારાસભ્ય રિતેશ વસાવાએ રૂ.૨૦,૦૦૦ની સહાય આપી

ધારાસભ્ય રિતેશ વસાવાએ નિરાધાર વૃદ્ધ મહિલાના જજઁરીત-ખંડેર ઘરની મુલાકાત કરી પોતાના ધારાસભ્યના પગારમાંથી રૂ.૨૦,૦૦૦નો ચેક આપી માનવતામા દશઁન કરાવ્યા

ભરૂચ:નેત્રંગમાં નિરાધાર વૃદ્ધ વિધવાને ધારાસભ્ય રિતેશ વસાવાએ રૂ.૨૦,૦૦૦ની સહાય આપી
New Update

ઝઘડીયાના ધારાસભ્ય રિતેશ વસાવાએ ચુંટણીમાં જીત મેળવ્યા બાદ પોતાને ધારાસભ્ય તરીકે મળતો પગાર ગરીબ જરૂરીયાતમંદ લોકોને આપી પોતાનું ચુંટણી વચન પાળ્યું હતું.જેમાં નેત્રંગના જીનબજાર વિસ્તારમાં રહેતા શકુબેન વસાવાના પતિ વષૉ પહેલા મૃત્યુ પામ્યા હતા અને સંતાનનું મોત નિપજતા નિરાધાર બન્યા હતા.ઘરની પતરા તણ તુટેલી-જજૅરીત હાલતમાં હોવાથી બારે માસ ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો.પેટનો ખાડો ભરવા માટે અડોશ-પડોશમાં ઘરકામ કરી જીવનધોરણ ચલાવું પડે છે.તેવા સંજોગોમાં ઝઘડીયાના ધારાસભ્ય રિતેશ વસાવાને ઘટનાની જાણ થતાં તાત્કાલીક નિરાધાર વૃદ્ધ મહિલાના જજઁરીત-ખંડેર ઘરની મુલાકાત કરી પોતાના ધારાસભ્યના પગારમાંથી રૂ.૨૦,૦૦૦નો ચેક આપી માનવતામા દશઁન કરાવ્યા હતા.

#Bharuch #GujaratConnect #bharuchnews #Netrang News #MLA Ritesh Vasava #રિતેશ વસાવા
Here are a few more articles:
Read the Next Article