ભરૂચ : ઝઘડીયા-જેસપોરમાં MLA રિતેશ વસાવાએ કોંગ્રેસ-BTPના કાર્યકરોને ખેસ પહેરાવી ભાજપમાં આવકાર્યા

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના જેસપોર ખાતે ગતરોજ નેત્રંગ તાલુકા કોંગ્રેસ તથા BTPમાં મોટું ભંગાણ પડ્યું હોય તેમ લોકમુખે ચર્ચાય રહ્યું છે.

New Update
ભરૂચ : ઝઘડીયા-જેસપોરમાં MLA રિતેશ વસાવાએ કોંગ્રેસ-BTPના કાર્યકરોને ખેસ પહેરાવી ભાજપમાં આવકાર્યા

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના જેસપોર ખાતે ધારાસભ્ય રિતેશ વસાવાની ઉપસ્થિતિમાં નેત્રંગ તાલુકા કોંગ્રેસ તથા BTPના કાર્યકરોએ ભાજપનો કેસરીયો ધારણ કરતાં બન્ને પક્ષમાં મોટું ભંગાણ સર્જાયું છે.

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના જેસપોર ખાતે ગતરોજ નેત્રંગ તાલુકા કોંગ્રેસ તથા BTPમાં મોટું ભંગાણ પડ્યું હોય તેમ લોકમુખે ચર્ચાય રહ્યું છે. આંજોલી, અસનાવી, કાંટીપાડા, ખાખરીયા ગામના કોંગ્રેસ તથા BTPના આગેવાનો અને કાર્યકરો ભાજપમાં જોડાતાં અનેક તર્કવિતર્કો સેવાય રહ્યા છે. તમામ આગેવાનો અને કાર્યકરોએ ઝઘડીયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય રિતેશ વસાવાના હસ્તે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. આ સાથે જ ધારાસભ્યએ તમામ આગેવાનો અને કાર્યકરોને ભાજપમાં આવકાર્યા હતા. તો બીજી તરફ, 5 લાખ ઉપરની લીડથી ભરૂચ લોકસભામાં ભાજપનો ભગવો લહેરાશે તેવો ધારાસભ્ય રિતેશ વસાવાએ આશાવાદ વ્યક્ત કર્યો હતો.