ભરૂચ : ધારાસભ્યો દુષ્યંત પટેલ અને ઇશ્વરસિંહ પટેલે બેટ પર અજમાવ્યો હાથ

ભરૂચ જિલ્લાના ખેલાડીઓને ક્રિકેટની તાલીમ મળી રહે તે માટે ઝાડેશ્વર વિસ્તારમાં રૂચિ ક્રિકેટ એકડમીની શરૂઆત કરવામાં આવી છે.

New Update
ભરૂચ : ધારાસભ્યો દુષ્યંત પટેલ અને ઇશ્વરસિંહ પટેલે બેટ પર અજમાવ્યો હાથ

ઇખરના મુનાફ પટેલની ભારતીય ટીમમાં પસંદગી થયા બાદથી ભરૂચ જીલ્લામાં ક્રિકેટનો ક્રેઝ વધ્યો છે ત્યારે ખેલાડીઓને ક્રિકેટના કસબ શીખવાડવા માટે ક્રિકેટ એકેડમીની શરૂઆત કરાય છે.....

ભરૂચ જિલ્લાના ખેલાડીઓને ક્રિકેટની તાલીમ મળી રહે તે માટે ઝાડેશ્વર વિસ્તારમાં રૂચિ ક્રિકેટ એકડમીની શરૂઆત કરવામાં આવી છે.આ અવસરે વિધાનસભાના નાયબ દંડક દુષ્યંત પટેલ, અંકલેશ્વરના ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરીયા સહિતના મહેમાનો હાજર રહયાં હતાં. આ પ્રસંગે સુરત ડિસ્ટ્રીકટ બાસ્કેટબોલ એસોસિએશનના પ્રેસિડેન્ટ જીજ્ઞેશ પાટીલે વિશેષ હાજરી આપી હતી. ધારાસભ્યો દુષ્યંત પટેલ અને ઇશ્વર પટેલ પણ ક્રિકેટ પર હાથ અજમાવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, ભરૂચના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલ એક સારા ક્રિકેટર છે અને તેઓ ભરૂચ ડીસ્ટ્રીકટ ક્રિકેટ એસોસીએશનના પ્રમુખ પણ છે. ક્રિકેટ એકડમીમાં રૂચિ દેસાઇ તથા તેમની ટીમ ખેલાડીઓને તાલીમ આપશે..

Latest Stories