Connect Gujarat
ભરૂચ

ભરૂચ : આમોદમાં 10થી વધુ શ્વાનોએ કપિરાજને કર્યો લોહીલુહાણ, વનવિભાગે કરી ઇજાગ્રસ્ત કપિરાજની સારવાર...

ભરૂચ જિલ્લાના આમોદ નગરમાં કપિરાજને 10થી વધુ શ્વાનોએ બચકાં ભરી લોહીલુહાણ કરી દીધો હતો

X

ભરૂચ જિલ્લાના આમોદ નગરમાં કપિરાજને 10થી વધુ શ્વાનોએ બચકાં ભરી લોહીલુહાણ કરી દીધો હતો, ત્યારે આમોદ વન વિભાગ સહિત નેચર સેવિંગ ફાઉન્ડેશન તેમજ પશુચિકિત્સક દ્વારા કપિરાજની સારવાર કરવામાં આવી હતી.

ભરૂચ જિલ્લાના આમોદ નગરના વાવડી ફળીયામાં 10થી વધુ શ્વાનોએ ભેગા મળી એક કપિરાજ ઉપર હુમલો કરી બચકાં ભર્યા હતા, ત્યારે શ્વાનોના હુમલામાં કપિરાજ ગંભીર રીતે લોહીલુહાણ હાલતમાં આવી જતાં આસપાસના રહીશોએ શ્વાનોના ટોળાંને ભગાડી મૂક્યું હતું. જોકે, કપિરાજ ઇજાગ્રસ્ત બનતાં વાવડી ફળીયામાં રહેતા હમીદ મલેકે આમોદ વન વિભાગને કપિરાજ ઇજાગ્રસ્ત થયો હોવાની જાણ કરી હતી, ત્યારે નેચર સેવિંગ ફાઉન્ડેશન સંસ્થાના અંકિત પરમાર તેમજ વન વિભાગના અધિકારીઓએ ઇજાગ્રસ્ત થયેલા કપિરાજને ભારે જહેમત સાથે પાંજરે પુર્યો હતો. ત્યારબાદ ઇજાગ્રસ્ત કપિરાજને આમોદ સામાજિક વનીકરણ રેન્જની કચેરીએ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં આમોદના પશુચિકિત્સક દ્વારા કપિરાજને જરૂરી ઇન્જેક્શન તેમજ દવા લગાવી યોગ્ય સારવાર આપવામાં આવી હતી. સરભાણ રાઉન્ડના ફોરેસ્ટર વિજય પંડ્યાએ જણાવ્યું હતું કે, આમોદના વાવડી ફળીયામાં 10થી વધુ શ્વાનોએ કપિરાજને બચકાં ભરી ઇજાગ્રસ્ત કર્યો હતો. જેને આમોદ રેન્જ કચેરીએ લાવી પશુચિકિત્સક દ્વારા સારવાર આપવામાં આવી હતી.

Next Story