/connect-gujarat/media/post_banners/118b9a0fcbccdc0f3f01dc6e11e0373f21bc82042e09c853bfca950e0c59c262.jpg)
રાજયમાં આદિજાતિના પ્રમાણપત્રોના આધારે અન્ય લોકો નોકરી તથા અન્ય લાભો મેળવી લેતાં હોવાના આક્ષેપ સાથે સાંસદ મનસુખ વસાવાએ મોરચો ખોલ્યો છે.....
ભરૂચના રાજપુત છાત્રાલય ખાતે સાંસદ મનસુખ વસાવાની અધ્યક્ષતા માં આદિવાસી એકતા સંમેલન યોજાયું.આદિવાસીઓના બંધારણીય અધિકારના રક્ષણ માટે માંગ કરવામાં આવી છે. બિન રાજકીય આદિવસી એકતા સંમેલનમાં આદિવાસી સમાજની ઓળખ અને અસ્મિતા , સંસ્કૃતિના રક્ષણ માટે આદિવાસી એકતાનો સંદેશ આપવામાં આવ્યો હતો. આર.બી.સી. ને આદિવાસીની યાદીમાથી રદ્ કરવાની માગણી સાથે બંધારણીય અધિકારના રક્ષણ સંદર્ભે રાજ્ય વ્યાપી સંમેલનો યોજવા અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આદિવાસી એકતા સંમેલનમાં સમસ્ત આદિવસી સમાજના ડો.પ્રદીપ ગરાસિયા,આહવા ડાંગ ના ડો.એ.જી. પટેલ, અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ વિનય વસાવા સહિત અન્ય અગ્રણીઓ હાજર રહયાં હતાં.