ભરૂચ નગર સેવા સદનનો વધુ એક વિવાદ સામે આવ્યો છે . ભરૂચ નગર સેવા સદનના ફાયર ટેન્ડરથી ખાનગી વાહનો અને કાર ધોવામાં આવતી હોવાનો વિડિયો વાયરલ થયો હતો
જળ એ જ જીવન આ સૂત્ર આપણે સૌ કોઈએ સાંભળ્યુ છે અને આગ સહિતના મામલામાં પરિસ્થિતી પર કાબૂ મેળવવા પાણી કેટલું ઉપયોગી થાય છે એ આપણે ભૂતકાળના બનાવો પરથી જાણ્યુ જ હશે. ભરૂચ શહેરમાં આગ ફાટી નીકળે ત્યારે સાયરનના રણટંકારથી માર્ગો પર દોડતા ફાયર ટેન્ડરો સાદી ભાષામાં કહીયે તો લાય બંબા આપણે દોડતા જોયા છે પરંતુ આજે આ ફાયર ટેન્ડરોનો ઉપયોગ કેવી રીતે થાય છે એ તમે જ જુઓ..ભરૂચ નગર સેવા સદનનું પરિસર અને પરિસરમાં ઉભેલા ખાનગી વાહનો.. આ વાહનોને ધોવામાં અતિ ઉપયોગી એવા ફાયર ટેન્ડરોના પાણીનો ઉપયોગ થઈ રહ્યો છે. આમાં અધિકારીઓ અને પદાધિકારીઓ બન્નેની કાર છે તો અન્ય ખાનગી કોન્ટ્રાકટરોના વાહનો પણ છે.જેને ઈમરજન્સી સેવામાં ઉપયોગમાં લેવાતા ફાયર ટેન્ડરોના પાણીથી ધોવામાં આવી રહી હતી ત્યારે અહી પ્રશ્નએ થાય કે આજ સમયે જો શહેરમાં આગ સહિતના બનાવો બને અને આગને કાબૂમાં લેવા પાણી ઓછુ પડે તો જવાબદાર કોણ?નગર સેવા સદનના અધિકારીઓ અને પદાધિકારીઓ પાણી બચાવવાની નસીહત આપે છે પરંતુ આજે જે દ્રશ્યો જોવા મળ્યા છે એ ખરે ખર શરમજનક છે