Connect Gujarat
ભરૂચ

ભરુચ : નર્મદા નદીની જળ સપાટી 38 ફૂટ પર, 24 થી વધુ ગામો હાઇ એલર્ટ

ભરુચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદી 41 ફૂટની સપાટીએ વહી રહી હતી જે હાલ 38 ફૂટે પહોચી છે.

X

ભરુચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદી 41 ફૂટની સપાટીએ વહી રહી હતી જે હાલ 38 ફૂટે પહોચી છે. ત્યારે ભરુચ, અંકલેશ્વર અને ઝગડિયા સહિત 24 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

નર્મદા ડેમાંથી છોડવામાં આવેલા પાણીના કારણે ભરુચ જિલ્લાના અનેક ગામો પાણીમાં ડૂબ્યા છે. આજે સવારે ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદી 41 ફૂટની સપાટીએ વહી રહી હતી જે હાલ 38 ફૂટે પહોચી છે. ત્યારે ભરુચ, અંકલેશ્વર અને ઝડદિયા સહિત 24થી વધુ ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. જેના કારણે આ વિસ્તારમાં 3500થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. આ વિસ્તારમાં 1 NDRF અને 3 SDRFની ટીમ સ્ટેન્ડબાય કરી દેવામાં આવી છે. ભરુચ જીલ્લામાં 5 થી વધુ લોકોનું રેસક્યું ઓપરેશન પણ કરવામાં આવ્યું છે. ત્યારે જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા સહિત સમગ્ર વહીવટી તંત્ર આ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે.

Next Story