Connect Gujarat
ભરૂચ

ભરૂચ: નેત્રંગ પોલીસે બાઇક ચોરીના ગુનામાં સંડોવાયેલ બે આરોપીઓની કરી ધરપકડ

નેત્રંગ પો.સ્ટેશનના પીએસઆઇ કે.એન.વાઘેલા અને પો.કમીઁ વિજયસિંહ મોરીને બે ઈસમો નંબર પ્લેટ વગરની મોટર સાઇકલ લઇ શંકસ્પદ હાલતમાં નેત્રંગના શાંતીનગરમાં મોટરસાયકલો વેચાણ કરવાની ફિકારમાં ફરે છે

ભરૂચ: નેત્રંગ પોલીસે બાઇક ચોરીના ગુનામાં સંડોવાયેલ બે આરોપીઓની કરી ધરપકડ
X

નેત્રંગ પો.સ્ટેશનના પીએસઆઇ કે.એન.વાઘેલા અને પો.કમીઁ વિજયસિંહ મોરીને બે ઈસમો નંબર પ્લેટ વગરની મોટર સાઇકલ લઇ શંકસ્પદ હાલતમાં નેત્રંગના શાંતીનગરમાં મોટરસાયકલો વેચાણ કરવાની ફિકારમાં ફરે છે તેવી બાતમી મળતા શાંતીનગરમાંથી શંકાસ્પદ હાતલમાં બે ઈસમોને પકડી લીધા હતા.પકડાયેલ ઈસમો પાસેની નંબર પ્લેટ વગરની હિરો હોન્ડા કંપનીની પેસન મોટરસાયકલની પુછપરછ કરતા મહેન્દ્ર ઉર્ફે મલો મેરજી વસાવા (ઉ.૩૨ રહે.કરાડ તા.ઝગડીયા) અને સંજય પુનમ વસાવા (ઉ.૨૨ રહે.કોલીયાદ તા.કરજણ) ચોરીની હોવાની કબુલાત કરતાં ઝગડીયા પો.સ્ટેશનમાં ચોરીનો ગુનો દાખલ થયેલ હોવાનું જણાવતા રૂ.૨૦,૦૦૦ કબજે કરી હતી.જ્યારે વડોદરા શહેર એસ.એસ.જી. હોસ્પિટલ નજીકથી કાળા કલરની હોન્ડા કંપનીની સાઈન બાઇક નંબર-GJ-06-LF-5945ની ચોરી કરી આરોપીના મિત્ર વિશાલભાઇ અંબાલાલભાઇ વસાવા રહે,નબીપુર તા.જી.ભરૂચ નાઓના ઘરે મુકી આવેલાની કબુલાત કરી હતી.નેત્રંગ પોલીસે બંને આરોપીની ધરપકડ કરી આગળની તપાસ હાથધરી હતી.

Next Story