ભરૂચ : નિપનનગરનું બંધ મકાન ચઢ્યું તસ્કરોના નિશાને, રૂ. 10 લાખથી વધુના માલમત્તાની ચોરી

રોકડ રકમ 2.75 લાખ સહિત સોના-ચાંદીના દાગીના મળી રૂપિયા 10 લાખથી વધુના માલમત્તાની ચોરી થતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

New Update
ભરૂચ : નિપનનગરનું બંધ મકાન ચઢ્યું તસ્કરોના નિશાને, રૂ. 10 લાખથી વધુના માલમત્તાની ચોરી

ભરૂચ શહેરના લિંક રોડ પર આવેલ સોસાયટીના બંધ મકાનનો લાભ લઈ તસ્કરોએ હાથફેરો કર્યો હતો. જેમાં રોકડ રકમ 2.75 લાખ સહિત સોના-ચાંદીના દાગીના મળી રૂપિયા 10 લાખથી વધુના માલમત્તાની ચોરી થતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ શહેરના લિંક રોડ વિસ્તારમાં આવેલ નિપનનગર સોસાયટીના ડી-3 નંબરના બંધ મકાન તસ્કરોના નિશાને ચઢ્યું હતું.

જેમાં મકાનમાં રહેતો પરમાર પરીવાર પોર નજીક આવેલા ઇટોલા ગામે કોઈ પ્રસંગ અર્થે ગયો હતો, ત્યારે રાત્રી દરમ્યાન અંધારાનો લાભ લઈ તસ્કરોએ દરવાજાનો નકુચો તોડી મકાનમાં પ્રવેશ કર્યો હતો. મકાનમાંથી રોકડ રકમ 2.75 લાખ સહિત સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા 10 લાખથી વધુના માલમત્તાની ચોરી કરી તસ્કરો ફરાર થઈ જતાં લોકોમાં ખળભળાટ મચ્યો છે, ત્યારે સમગ્ર મામલે એ' ડિવિઝન પોલીસે ઘટના સ્થળે પહોચી વધુ તપાસ હાથ ધરી છે.

Read the Next Article

ભરૂચ:જે.બી. મોદી પાર્ક નજીકથી શંકાસ્પદ કેમિકલ વેસ્ટ ભરેલ બેગનો મોટો જથ્થો આવ્યો, તંત્ર દોડતું થયું

શહેરમાં પ્રથમવાર ખુલ્લી જગ્યાએ શંકાસ્પદ કેમિકલ વેસ્ટ જોવા મળતાં નગરપાલિકાના અધિકારીઓ અને ચીફ ઓફિસર હરેશ અગ્રવાલ ટીમ સાથે દોડી ગયા હતા અને સ્થળની તપાસ શરૂ કરવામાં આવી

New Update
  • ભરૂચના જે.બી.મોદી પાર્ક નજીકનો બનાવ

  • શંકાસ્પદ કેમિકલ ભરેલ બેગ મળી આવી

  • બેગનો મોટો જથ્થો મળી આવ્યો

  • ચીફ ઓફીસરે કર્યું નિરીક્ષણ

  • જીપીસીબીને કરવામાં આવી જાણ

ભરૂચના જેવી મોદી પાર્ક નજીકથી શંકાસ્પદ કેમિકલ વેસ્ટ ભરેલી બેગ મળતા તંત્ર દોડતું થયુ હતું.બેગના મોટા જથ્થા અંગે જીપીસીબી ને જાણ કરવામાં આવી છે. ભરૂચ શહેરના મોદી પાર્કથી ભારતી રો હાઉસ તરફ જવાના મુખ્ય માર્ગ પાસે શંકાસ્પદ કેમિકલ જેવો પદાર્થ ભરેલ બેગનો મોટો જથ્થો મળી આવ્યો છે. છે. શહેરમાં પ્રથમવાર ખુલ્લી જગ્યાએ શંકાસ્પદ કેમિકલ વેસ્ટ જોવા મળતાં તંત્ર દોડતું થયું છે. આ ઘટનાની જાણ નગરપાલિકાના અધિકારીઓને થતા  ચીફ ઓફિસર હરેશ અગ્રવાલ ટીમ સાથે દોડી ગયા હતા અને સ્થળની તપાસ શરૂ કરવામાં આવી હતી.
શંકાસ્પદ બેગ પર દહેજની ટેગ્રોસ કેમિકલ ઇન્ડિયા લિમિટેડ કંપનીના ટેગ ચોંટાડેલા હતા. આ બાબતે નગરપાલિકા દ્વારા તરત જ જીપીસીબી ને જાણ કરવામાં આવી હતી.હાલમાં જીપીસીબી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે કે આ  કેમિકલ પદાર્થ માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે કે નહીં. જો તે ઝેરી કે જોખમભર્યો સાબિત થાય તો સંબંધિત કંપની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ શરૂ કરવામાં આવશે. અત્રે મહત્વપૂર્ણ છે કે, આ માર્ગ પરથી રોજ હજારો લોકોનો અવરજવર રહે છે અને આવા અસામાજિક તત્વો દ્વારા ખુલ્લા વિસ્તારોમાં કેમિકલ વેસ્ટ નાંખવામાં આવે તો લોકોના આરોગ્ય પર ગંભીર અસર થઈ શકે છે.