ભરૂચ: તંત્રના અધિકારીઓએ રૂ.4 લાખ એકત્રિત કરી એક બાળકીને MBBSનો અભ્યાસ કરવા માટે આપી પ્રેરણા,PM મોદી સાથે પણ જોડાયેલી છે વાત

ભરૂચ વહીવટીતંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વાર ફંડ એકત્રિત કરી વાગરાના પ્રજ્ઞાચક્ષુ પિતાની દીકરીને એમ.બી.બી.એસનો અભ્યાસ પૂર્ણ કરવામાં માટે રૂ. 4 લાખની સહાય અર્પણા કરવામાં આવી છે.

New Update
ભરૂચ: તંત્રના અધિકારીઓએ રૂ.4 લાખ એકત્રિત કરી એક બાળકીને MBBSનો અભ્યાસ કરવા માટે આપી પ્રેરણા,PM મોદી સાથે પણ જોડાયેલી છે વાત

ભરૂચ વહીવટીતંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વાર ફંડ એકત્રિત કરી વાગરાના પ્રજ્ઞાચક્ષુ પિતાની દીકરીને એમ.બી.બી.એસનો અભ્યાસ પૂર્ણ કરવામાં માટે રૂ. 4 લાખની સહાય અર્પણા કરવામાં આવી છે.

ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર અંતગૅત મહેસૂલ વિભાગ તરફથી એકત્રિત થયેલ લોકફાળાની રકમ રૂ. ૪.૦૦ લાખનો બેંકસૅ ચેક ૧૨ મે ૨૦૨૩ના રોજ ભરૂચ કલેકટરતુષાર સુમેરાના હસ્તે આલિયા પટેલને એનાયત કરીને નિયત સમયગાળામાં એમ.બી.બી.એસ અભ્યાસક્રમની શૈક્ષણિક ફી એકત્રિત થયેલ લોકફાળામાંથી ચૂકવી સક્રિયપણે નિરંતર અભ્યાસ કરી તેણી ડોક્ટર બનવાનું સ્વપ્ન પૂરૂ કરવામાં સફળતા મેળવે અને ભવિષ્યમાં દેશ તથા સમાજના વિકાસમાં વિશિષ્ટ યોગદાન આપે એવી શુભેચ્છા જિલ્લા વહીવટી તંત્ર દ્રારા પાઠવવામાં આવી છે.૧૨ મે ૨૦૨૨, ગુરુવારના રોજ દુધધારા ડેરી ગ્રાઉન્ડ, ભરૂચ ખાતે પ્રધાનમંત્રીની વર્ચ્યુઅલ હાજરીમાં તથા મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં “ઉત્કર્ષ પહેલ” અંતર્ગત લાભાન્વિત થયેલ તમામ લાભાર્થીઓની ઉપસ્થિતિમાં આયોજિત "ઉત્કર્ષ સમારોહ"માં પ્રધાનમંત્રીએ અનેક લાભાર્થીઓ સાથે કરેલા સંવાદ પૈકી વાગરાના ઐયુબ પટેલ જોડે કરેલો સંવાદ ખુબ જ લાગણીસભર અને પ્રધાનમંત્રીને પણ ભાવુક બનાવી દીધા હતા.પી.એમ.મોદીએ અચાનક આલિયા સાથે વાત કરવાનું શરૂ કર્યું હતું. આલિયાએ પોતાના અભ્યાસની વિગતો આપી બાદમાં પિતાની વાત કરતા આલિયાની આંખ અશ્રુભીની થઈ ગઈ હતી. આ જોઈ પ્રધાનમંત્રી પણ થોડી ક્ષણ માટે ભાવુક થઈ ગયા હતા. સભામંડપમાં પણ લાગણીસભર દ્રશ્યોમાં ગરકાવ થઈ ગયો હતો. આ ક્ષણે પ્રધાનમંત્રીએ ઐયુબભાઈને કહ્યું કે, દીકરીની સંવેદના એ જ તમારી તાકાત છે, શક્તિ છે. દીકરીઓના સપના પૂરા કરજો અને કોઈ પણ તકલીફ હોય તો મને કહેજો. તમારી પીડાએ દીકરીને ડોક્ટર બનવાની પ્રેરણા આપી છે.

એમ.બી.બી.એસ અભ્યાસક્રમની શૈક્ષણિક ફી ચૂકવવામાં જરૂરી નાણાંકીય સહાયરૂપ થવા સારૂ જિલ્લા વહીવટી તંત્ર, ભરૂચ અંતર્ગત મહેસૂલ વિભાગના મહત્તમ અધિકારીઓથી લઈને અનેક કર્મચારીઓએ ટૂંકા સમયગાળામાં સ્વૈચ્છિકપણે અને નિજી ક્ષમતાનુસાર નાણાંકીય ફાળો ફાળવી કુલ ₹.૪.૦૦ લાખનો લોકફાળો એકત્રિત કરવામાં સામુહિક પ્રયાસની ક્ષમતાનું એક ઉત્કૃષ્ટ દૃષ્ટાંત પૂરું પાડ્યું છે.

Latest Stories